Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેસબુક પર સસ્તા સોનાની લાલચ:ભુજ LCBએ આરોપીને ઝડપી ગુનો નોંધ્યો

    10 hours ago

    પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ફેસબુક પર ખોટી ઓળખ ઊભી કરીને બજારભાવ કરતાં ૧૦થી ૨૦ ટકા ઓછા ભાવે સોનું આપવાની લોભામણી જાહેરાતો પ્રસિદ્ધ કરી લોકોને છેતરવાનો પ્રયાસ કરતા એક શખ્સ સામે કાર્યવાહી કરી છે. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન કબજે કરી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ભુજ શહેરમાં કેટલાક લોકો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી બનાવટી ઓળખથી સસ્તા સોના તેમજ રોકડ રકમ અંગેની આકર્ષક જાહેરાતો પ્રસિદ્ધ કરી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી. આવી જાહેરાતોના માધ્યમથી લોકોનો સંપર્ક કેળવી વિશ્વાસમાં લીધા બાદ તેમની પાસેથી નાણાં પડાવી લેવાના પ્રયાસો અંગે પણ પોલીસને જાણકારી મળી હતી. આ માહિતીના આધારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન સંજોગનગર ત્રણ રસ્તા નજીક પોલીસને બાતમી મળી હતી કે, આસિફ ઉમર લંઘા નામનો શખ્સ હાલ રહીમનગર વિસ્તારમાં હાજર છે અને મોબાઇલ ફોન મારફતે સોશિયલ મીડિયામાં બનાવટી ફેસબુક આઈડીનો ઉપયોગ કરી સસ્તા ભાવે સોનું આપવાની જાહેરાતો પ્રસિદ્ધ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં આસિફ ઉમર લંઘા, રહે. અમનનગર ચાર રસ્તા પાસે, ખારીનદી રોડ, ભુજ મળી આવ્યો હતો. તેની પાસે રહેલા મોબાઇલ ફોનની તપાસ દરમિયાન “YOGESH BHANUSHALI” નામની ફેસબુક આઈડી સક્રિય હોવાનું જણાયું હતું. આ આઈડી મારફતે બજારભાવ કરતાં ઓછા ભાવે સોનું આપવાની તેમજ એક લાખના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની લાલચ આપતી પોસ્ટ, ફોટા અને વીડિયો શેર કરવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, આવી લોભામણી જાહેરાતો દ્વારા લોકોને વિશ્વાસમાં લઈ આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ.૫,૦૦૦ની કિંમતનો એક મોબાઇલ ફોન કબજે કર્યો છે. આ મામલે આસિફ ઉમર લંઘા વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૮(૪), ૩૧૯(૨) અને ૬૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપામાં 189 આરોગ્ય કર્મચારીઓની ભરતી કરાશે:નવી જગ્યાઓ મંજૂર થતાં હેલ્થ વર્કર્સને કાયમી નોકરીની સુવર્ણ તક
    Next Article
    DCP નકુમની તાત્કાલિક બદલી થવી જોઈએ: હાઇકોર્ટ:સરકારી વકીલે કહ્યું-કોર્ટ હુકમમાં કોઈ નોંધ ન લે, સરકાર ગંભીરતા સમજી પગલાં લેશે, આરોપીઓને માર મારવા મુદ્દે સુનાવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment