Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપામાં 189 આરોગ્ય કર્મચારીઓની ભરતી કરાશે:નવી જગ્યાઓ મંજૂર થતાં હેલ્થ વર્કર્સને કાયમી નોકરીની સુવર્ણ તક

    9 hours ago

    સુરતના નાગરિકોને વધુ સુદ્રઢ, ઝડપી અને સુલભ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકા માટે નવી 189 જગ્યાઓની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયની સાથોસાથ પાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત અગાઉ કાર્યરત 'ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (સુરત)'નું નામ બદલીને હવેથી 'અર્બન હેલ્થ (સુરત)' કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પરિપત્ર તેમજ અધિક નિયામકના આદેશ અનુસાર, હવે તમામ સત્તાવાર સરકારી દસ્તાવેજો અને વહીવટી વ્યવહારોમાં આ નવું નામ જ અમલમાં રહેશે. 94 મહિલા હેલ્થ વર્કર અને 95 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા આ વહીવટી સુધારાની સાથે શહેરી આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે મોટાપાયે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. મંજૂર થયેલી કુલ 189 નવી જગ્યાઓ પૈકી મુખ્યત્વે બે મહત્વના પદોનો સમાવેશ થાય છે, જેમાં 94 મહિલા હેલ્થ વર્કર અને 95 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ની જગ્યાઓ ઉપસ્થિત કરવામાં આવી છે. આ તમામ જગ્યાઓ રૂ. 19,900થી રૂ. 63,200ના નિયત પે-બેન્ડમાં પ્રથમ પાંચ વર્ષ માટે માસિક રૂ. 26,000ના ફિક્સ વેતન સાથે નિયમિત ધોરણે ભરવામાં આવશે. જેનાથી પુરુષ ઉમેદવારો માટે પણ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કાયમી કારકિર્દીની ઉત્તમ તક ઊભી થશે. 'અર્બન હેલ્થ યોજના' હેઠળ પગાર અપાશે રાજ્ય સ્તરે સરકારે તમામ મહાનગરપાલિકાઓ માટે કુલ 250 નવી જગ્યાઓ મંજૂર કરી હતી, જેમાંથી સૌથી વધુ 189 જગ્યાઓ સુરત મહાનગરપાલિકાના ફાળે આવી છે. આ નવીન ભરતી અંતર્ગત નિયુક્ત થનારા તમામ આરોગ્ય કર્મચારીઓના પગાર તેમજ આનુષંગિક ખર્ચની સંપૂર્ણ નાણાકીય જવાબદારી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 'અર્બન હેલ્થ યોજના' હેઠળ વહન કરવામાં આવશે, જેથી સ્થાનિક પાલિકા તંત્ર પર આર્થિક બોજ પડશે નહીં. અગાઉ 451 આઉટસોર્સિંગ જગ્યાઓ હંગામી ધોરણે કાર્યરત હતા ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરત મહાનગરપાલિકાના અર્બન હેલ્થ કેર માળખા હેઠળ 1550 નિયમિત જગ્યાઓ ઉપરાંત 66 કરાર આધારિત અને 451 આઉટસોર્સિંગ જગ્યાઓ હંગામી ધોરણે કાર્યરત હતી. હવે આ નવી 189 કાયમી જગ્યાઓનો ઉમેરો થવાથી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણનાં પ્રથમ સોમવારે પાણીકાપ:રાજકોટનાં વોર્ડ નંબર-4ની 100 કરતા વધુ સોસાયટીમાં 17 ઓગષ્ટે પાણી વિતરણ બંધ રહેશે, ઓછા ફોર્સથી વિતરણની ફરિયાદો નિવારવા નિર્ણય
    Next Article
    ફેસબુક પર સસ્તા સોનાની લાલચ:ભુજ LCBએ આરોપીને ઝડપી ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment