Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણનાં પ્રથમ સોમવારે પાણીકાપ:રાજકોટનાં વોર્ડ નંબર-4ની 100 કરતા વધુ સોસાયટીમાં 17 ઓગષ્ટે પાણી વિતરણ બંધ રહેશે, ઓછા ફોર્સથી વિતરણની ફરિયાદો નિવારવા નિર્ણય

    8 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરચોમાસે શ્રાવણનાં પ્રથમ સોમવારે વધુ એક પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. ઈસ્ટ ઝોન હેઠળ આવતા વોર્ડ નંબર 4ની 100 કરતા વધુ સોસાયટીમાં 17 ઓગષ્ટનાં રોજ પાણી વિતરણ બંધ રહેશે. બેડી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પમ્પિંગ સ્ટેશન તરફ જતી 600 મી.મી.ની રાઈઝિંગ મેઈન લાઈનમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ધીમા પાણીની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ સમસ્યાના કાયમી નિવારણ અર્થે મેઈન લાઈનમાં 300 મી.મી. ડાયામીટરનું નવું જોડાણ લેવાની કામગીરી હાથ ધરવાની હોવાથી 17 ઓગષ્ટે 1 દિવસ શટડાઉન રાખવા નિર્ણય લેવાતા આ વિસ્તારમાં રહેતા હજારો લોકો તરસ્યા રહેશે. પ્રાપ્ત વિગત મુજબ 17 ઓગષ્ટનાં શટડાઉનને કારણે બેડી હેડવર્કસ અને ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળ આવતી અનેક નાની-મોટી સોસાયટી તથા વિસ્તારોમાં સોમવારે પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રહેશે. પૂર્વ ઝોનનાં સિટી એન્જીનિયરનાં જણાવ્યા અનુસાર આ કામગીરી પૂર્ણ થયા બાદ જ વિસ્તારમાં પૂરતા દબાણથી પાણી આપી શકાશે. શટડાઉનને પગલે નાગરિકોને અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા માટે મનપા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. પાણીકાપથી પ્રભાવિત મુખ્ય વિસ્તારોની યાદી: બેડી હેડવર્કસ હેઠળના વિસ્તારો: વેલનાથ પરા, સાગર પાર્ક, સાઈ પાર્ક, કબીર ધામ, સ્કાય રેસીડેન્સી, રાજ લક્ષ્મી, સોહમ નગર, રાધિકા પાર્ક, સીધી વિનાયક પાર્ક, ઓમ પાર્ક, હરી નગર, સુખ સાગર પાર્ક, અર્જુન પાર્ક, શિવમ પાર્ક, બજરંગ પાર્ક, સીતારામ પાર્ક, શાંતિ બંગલો, સરદાર એવન્યુ, ઘનશ્યામ નગર, આનંદ એવન્યુ, સેટેલાઇટ પાર્ક, રાધા મીરા પાર્ક, શ્રી વાટીકા, આસ્થા વેન્ટીલા, ઇન્દ્રપ્રસ્થ 1 અને 2, વૈદિક વિહાર, બ્રહ્માણી પાર્ક 1 અને 2, રામ પાર્ક, રાજ રેસીડેન્સી, ઠાકોર દ્વાર 1 અને 2, જય ગુરુદેવ પાર્ક, પંચવટી સોસાયટી, વ્રજભૂમિ રેસીડેન્સી, શ્રી રેસીડેન્સી, રિયાન રેસીડેન્સી, રાજમોતી રેસીડેન્સી, શક્તિ પાર્ક, પુષ્કરધામ રેસીડેન્સી, જયસન પાર્ક, રોયલ રેસીડેન્સી, સંગીતા પાર્ક, 54/1-2-3, 25 વારીયા, જય જવાન જય કિશાન સોસાયટી, ઉત્સવ પાર્ક, ધારા એવન્યુ, ચંદ્ર પાર્ક, જય પ્રકાશ નગર, અંબિકા પાર્ક, હરી સાગર પાર્ક, મારુતી નંદન, યોગી પાર્ક, આનંદ પાર્ક, અભિરામ પાર્ક, તેજ રેસી, કલ્પતરુ, શિવ ધારા સી, સ્વસ્તિક વિલા, સિલ્વર પાર્ક, સદગુરુ પાર્ક, ક્રાંતિમાનવ સેવા સ્મશાન મફતીયાપરા લાલપરી, વિનાયક ફ્લેટ, 25 વારીયા એકતા સોસાયટી, બદરી પાર્ક, અલી કાદર પાર્ક, વંદે માતરમ પાર્ક, પરસોતમ પાર્ક, ભગવતી પરા, ગાંધી સ્મૃતિ, નંદન વન, શાંતિનગર, શિવમ પાર્ક 3, નુર રેસિડેન્સી, એ.જી.પાર્ક, બુરહાની પાર્ક, કેશવ પાર્ક, ખોડલ પાર્ક ડી, મકવાણા સોસાયટી, નકલંક પાર્ક, ગોપાલ રેસિડેન્સી, નંદ નગર, આરાધના પાર્ક, સોમનાથ વિલા અને જાનલ પાર્કમાં પાણીકાપ રહેશે. ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળના વિસ્તારો: મીરા પાર્ક 1, ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા 1-2-3, ડી માર્ટ, વિઝન સ્કુલ, શાંતિ સદન કોમ્પ્લેક્ષ, જય શક્તિ પાર્ક, વૃંદાવન પાર્ક 1, 2 અને 3, નરશી મહેતા આવાસ, ગણેશ કોમ્પ્લેક્ષ, ઉધમસિંહ આવાસ, મધુવન પાર્ક, પંચવટી પાર્ક, ગોકુલ ધામ રેસીડેન્સી, તુલસી પાર્ક, શીવધારા સોસાયટી, ગુરૂદેવ પાર્ક 1 અને 2 (50 ફૂટ રોડ), લક્ષ્મણ પાર્ક, અંબિકા પાર્ક, શિવ પરા, ગુરુદેવ પાર્ક ગેઈટ 1 અને 2 (કુવાડવા રોડ), એલ જી પાર્ક, સોમનાથ રીયલ હોમ, નિત્યમ વિલા, ભોલેનાથ રેસીડેન્સી, શિવ શક્તિ પાર્ક, શ્રીનાથ પાર્ક, રાજનગર, શિવ રંજની, રામ પાર્ક, કસ્તુરી, કિંજલ પાર્ક, ચામુંડા સોસાયટી, ભગવતી પાર્ક, આર જે ટી, તીર્થ, રોહિદાસ પરા, શાનદાર રેસીડેન્સી 1 અને 2, હરિદર્શન, શ્રી બંગલો, લોકમાન્ય તિલક આવાસ, આર્ય કૃતિ, ખોડીયાર પાર્ક, રઘુવીર પાર્ક, સતનામ પાર્ક, સત્યમ પાર્ક, પંચરત્ન, જમના પાર્ક, રામાણી પાર્ક, ગંગા પાર્ક, સુખ દેવ પાર્ક, જલારામ પાર્ક, અક્ષર પાર્ક, આર કે ડ્રીમલેન્ડ 1 અને 2, વાલ્મીકી પાર્ક, શિવમ પાર્ક, હરસિધ્ધિ પાર્ક, તિરુપતિ પાર્ક, બાલાજી પાર્ક, ગણેશ પાર્ક 1 અને 2, સરદાર પટેલ પાર્ક, અમૃત પાર્ક, શ્રી પાર્ક, ગાંધી વસાહત, ચામડિયા પરા, ગણેશ નગર, લાતી પ્લોટ, ગાયત્રી ધામ, શિવાજી પાર્ક, શિવાજી પાર્ક મફતિયાપરા, ભરવાડ વાસ, શિવાલય પાર્ક, સાહેબ પાર્ક, ખોડલ ધામ સોસાયટી, ખોડલ રાજ રીયલ હોમ, રાધે રેસિડન્સી, નોવા, નક્ષત્ર, ખોડલ, શિવમ પાર્ક 1 અને 2, ખોડલ પાર્ક, ઓસ્કાર સિટી તથા દેવલોક પાર્કમાં પણ સોમવારે પાણી વિતરણ બંધ રહેશે.
    Click here to Read More
    Previous Article
    વસ્તી ગણતરી-2027માં જાતિ પણ પૂછવામાં આવશે:આઝાદી પછી આવું પહેલીવાર, કોવિડ વેક્સિન ક્યાં મુકાવી, તે પણ જણાવવું પડશે; 40 સવાલોની યાદી જાહેર
    Next Article
    સુરત મનપામાં 189 આરોગ્ય કર્મચારીઓની ભરતી કરાશે:નવી જગ્યાઓ મંજૂર થતાં હેલ્થ વર્કર્સને કાયમી નોકરીની સુવર્ણ તક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment