Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્તી ગણતરી-2027માં જાતિ પણ પૂછવામાં આવશે:આઝાદી પછી આવું પહેલીવાર, કોવિડ વેક્સિન ક્યાં મુકાવી, તે પણ જણાવવું પડશે; 40 સવાલોની યાદી જાહેર

    7 hours ago

    દેશમાં વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકારે શુક્રવારે 40 પ્રશ્નોની યાદી જીહેર કરી છે. આમાં વ્યક્તિનું નામ, કામ, ધર્મ, ભાષા, બાળકોની સંખ્યા, મોબાઇલ નંબર, આધાર અને પાસપોર્ટ નંબર વગેરેનો સમાવેશ થાય છે. વસ્તી ગણતરી દરમિયાન જાતિ પણ પૂછવામાં આવશે. એસસી કે એસટી એટલે કે અનુસૂચિત જાતિ કે જનજાતિમાંથી છે કે નહીં. આમાં અન્ય પછાત વર્ગ કે સામાન્યનો વિકલ્પ નથી. કેન્દ્ર સરકારે શુક્રવારે વસ્તી ગણતરી દરમિયાન લોકોની ગણતરીના તબક્કામાં પૂછવામાં આવનાર 40 પ્રશ્નોની યાદી જાહેર કરી છે, જેમાં જાતિ અને કોવિડ વેક્સિનેશનનું સ્થળ જેવા પ્રશ્નો પણ સામેલ છે. દેશના રજિસ્ટ્રાર જનરલ મૃત્યુંજય કુમાર નારાયણના આદેશથી જારી કરાયેલી યાદીમાં તમામ પ્રશ્નોની માહિતી આપવામાં આવી છે, જેમ કે શું વ્યક્તિ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો છે અને તેની જાતિ શું છે. વસ્તી ગણતરી ક્યાંથી ક્યારે શરૂ થશે? વસ્તી ગણતરીની પ્રક્રિયા બરફવર્ષાવાળા વિસ્તારોમાં 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ મહિનાની શરૂઆતમાં જારી કરાયેલા એક ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયું હતું કે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બરફવર્ષાવાળા વિસ્તારોમાં લોકોની ગણતરી 1 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે થશે. દેશના બાકીના ભાગોમાં લોકોની ગણતરી આવતા વર્ષે શરૂ થશે. પોતે પણ વિગતો ભરી શકે છે આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'વસ્તી ગણતરી કરાવવા માટે, ઘરે-ઘરે જઈને લોકોની ગણતરી શરૂ થવાના એટલે કે 1 સપ્ટેમ્બરથી બરાબર પહેલા, 17 થી 31 ઓગસ્ટ સુધી પોતે માહિતી ભરવાનો (સેલ્ફ-એન્યુમરેશન) વિકલ્પ પણ સામેલ હશે. 40 પ્રશ્નોમાં શું-શું પૂછવામાં આવશે? વસ્તી ગણતરીમાં લોકોના શિક્ષણ, રોજગાર, દિવ્યાંગતા, માતૃભાષા અને અન્ય ભાષાઓની માહિતી પણ લેવામાં આવશે. આ ઉપરાંત વ્યક્તિની સાક્ષરતા, ડિજિટલ સાક્ષરતા, સ્કૂલ-કોલેજમાં અભ્યાસ અને ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાત વિશે પણ પ્રશ્નો હશે. રોજગાર સંબંધિત પ્રશ્નોમાં પૂછવામાં આવશે કે વ્યક્તિએ છેલ્લા એક વર્ષમાં કામ કર્યું કે નહીં, તેનું કામ શું છે, કયા ઉદ્યોગ કે સેવામાં કામ કરે છે, કામદારની શ્રેણી શું છે અને શું તે રોજગારની શોધમાં છે. કામના સ્થળ સુધી આવવા-જવાની માહિતી પણ લેવામાં આવશે. સ્થળાંતર અને પરિવાર સંબંધિત માહિતી પણ હશે પ્રશ્નાવલીમાં વ્યક્તિનું જન્મસ્થળ, અગાઉનું રહેઠાણ, ત્યાંથી આવવાનું કારણ અને વર્તમાન સ્થળે રહેવાનો સમયગાળો પૂછવામાં આવશે. સાથે જ કાયમી નિવાસનું સરનામું પણ નોંધવામાં આવશે. મહિલાઓ પાસેથી તેમના જીવિત સંતાનોની સંખ્યા, અત્યાર સુધીમાં જન્મેલા બાળકોની સંખ્યા અને છેલ્લા એક વર્ષમાં જન્મેલા બાળકો સંબંધિત માહિતી પણ લેવામાં આવશે. મોબાઇલ, આધાર અને બેંક ખાતાની માહિતી પણ માંગવામાં આવશે 40 પ્રશ્નોમાં કેટલાક એવા પ્રશ્નો પણ છે, જેમાં કોવિડ-19 વેક્સિનનું સ્થળ, બેંક ખાતાની સંખ્યા, મોબાઇલ નંબર, આધાર નંબર, વોટર ID અને ભારતીય પાસપોર્ટ નંબર પૂછવામાં આવશે. ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપલબ્ધ છે કે નહીં, તેની માહિતી પણ લેવામાં આવશે. બે તબક્કામાં થશે વસ્તી ગણતરી પ્રથમ તબક્કો- હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ: એપ્રિલથી સપ્ટેમ્બર 2026 વચ્ચે થશે. આમાં ઘરની સ્થિતિ, સુવિધાઓ, ઘરમાં ઉપલબ્ધ સંસાધનો અને અન્ય રહેણાંક માહિતી લેવામાં આવશે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આ કામ 30 દિવસના સમયગાળામાં થશે. આના પહેલા 15 દિવસમાં લોકોને સેલ્ફ-એન્યુમરેશનની સુવિધા પણ મળશે. બીજો તબક્કો- પોપ્યુલેશન એન્યુમરેશન: ફેબ્રુઆરી 2027માં થશે. આમાં દરેક વ્યક્તિની જનસાંખ્યિકીય, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક, પ્રવાસન અને પ્રજનન સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે. આ જ તબક્કામાં તમામ જાતિઓની ગણતરી પણ થશે. લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના બરફીલા વિસ્તારોની સાથે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક બરફવર્ષાવાળા વિસ્તારોમાં બીજો તબક્કો સપ્ટેમ્બર 2026માં જ કરાવવામાં આવશે. પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી થશે વસ્તી ગણતરી 2027 દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. ડેટા ડિજિટલ માધ્યમથી નોંધવામાં આવશે અને લોકોને પોતાની માહિતી જાતે આપવાનો એટલે કે સેલ્ફ-એન્યુમરેશનનો વિકલ્પ પણ મળશે. વસ્તી ગણતરીની કાનૂની પ્રક્રિયા વસ્તી ગણતરી અધિનિયમ, 1948 અને વસ્તી ગણતરી નિયમો, 1990 હેઠળ થશે. કેન્દ્ર અનુસાર, લોકો દ્વારા આપવામાં આવેલી વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. વસ્તી ગણતરી અધિનિયમની કલમ 15 હેઠળ તેને જાહેર કરી શકાશે નહીં, RTI હેઠળ આપી શકાશે નહીં અને કોઈ પણ કોર્ટમાં પુરાવા તરીકે પણ ઉપયોગ કરી શકાશે નહીં. વસ્તી ગણતરી પર કેટલો ખર્ચ થશે? કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી 2027 માટે 11,718.24 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. વસ્તી ગણતરી સમગ્ર દેશમાં કેન્દ્રના સંકલનથી થશે અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો તેના અમલીકરણમાં સહયોગ કરશે. હવે પ્રશ્નોની યાદી જોઈ લો 1. વ્યક્તિનું નામ | Name of the person 2. પરિવારના વડા સાથે સંબંધ | Relationship to head 3. લિંગ | Sex 4. જન્મ તારીખ અને ઉંમર (પૂર્ણ વર્ષોમાં) | Date of Birth and Age (in completed years) 5. વર્તમાન વૈવાહિક સ્થિતિ | Current Marital Status 6. લગ્ન સમયે ઉંમર (પૂર્ણ વર્ષોમાં) | Age at Marriage (in completed years) 7. જીવનસાથીનું નામ | Spouse Nameઘોષિત રાષ્ટ્રીયતા | Nationality as declaredધર્મ | Religion 8. ઘોષિત રાષ્ટ્રીયતા | Nationality as declared 9. ધર્મ | Religion 10. અનુસૂચિત જાતિ (SC)/અનુસૂચિત જનજાતિ (ST)/જાતિ | Scheduled Caste (SC)/ Scheduled Tribe (ST)/Caste 11. પિતાનું નામ, વિગતો| Father's Particulars 12. માતાનું નામ, વિગતો| Mother's Particulars 13. દિવ્યાંગતા | Disability 14. માતૃભાષા અને અન્ય જ્ઞાત ભાષાઓ | Mother Tongue and other languages known 15. સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતાની સ્થિતિ | Literacy and digital literacy status 16. શૈક્ષણિક સંસ્થામાં હાજરીની સ્થિતિ | Status of attendance in educational institution 17. પ્રાપ્ત ઉચ્ચતમ શૈક્ષણિક સ્તર અને સ્ટ્રીમ/વિષય | Highest educational level attained and Stream/Discipline 18. છેલ્લા વર્ષ દરમિયાન ક્યારેય કામ કર્યું | Worked any time during last year 19. આર્થિક પ્રવૃત્તિની શ્રેણી | Category of economic activity 20. વ્યવસાય | Occupation 21. ઉદ્યોગ, વેપાર અથવા સેવા નો પ્રકાર | Nature of industry, trade or service 22. શ્રમિકની શ્રેણી | Class of worker 23. બિન-આર્થિક પ્રવૃત્તિ (સીમાંત, અર્ધ-સીમાંત અને બિન-શ્રમિક માટે) | Non-economic activity (for marginal, semi-marginal and non-worker) 24. કામની શોધમાં અથવા કામ માટે ઉપલબ્ધ (સીમાંત, અર્ધ-સીમાંત અને બિન-શ્રમિક માટે) | Seeking or available for work (for marginal, semi-marginal and non-worker) 25. કાર્યસ્થળ સુધીની યાત્રા | Travel to place of work 26. જન્મ સ્થળ | Birth place 27. છેલ્લા નિવાસનું સ્થળ | Place of last residence 28. સ્થળાંતરનું કારણ | Reason for migration 29. છેલ્લા સ્થળાંતર પછી આ ગામ/શહેરમાં રહેવાનો સમયગાળો | Duration of stay in this village/town since last migration 30. કાયમી રહેઠાણનું સરનામું | Permanent Residential Address 31. હાલમાં જીવિત બાળકોની સંખ્યા (ફક્ત હાલમાં વિવાહિત, વિધવા, છૂટાછેડા લીધેલી અને અલગ રહેતી મહિલાઓ માટે)| Number of children surviving at present (for currently married, widowed, divorced and separated women only) 32. અત્યાર સુધી જન્મેલા જીવિત બાળકોની કુલ સંખ્યા (ફક્ત હાલમાં વિવાહિત, વિધવા, છૂટાછેડા લીધેલી અને અલગ રહેતી મહિલાઓ માટે)| Number of children ever born alive (for currently married, widowed, divorced and separated women only) 33. છેલ્લા એક વર્ષ દરમિયાન જન્મેલા જીવિત બાળકોની સંખ્યા (ફક્ત હાલમાં વિવાહિત મહિલાઓ માટે)| Number of children born alive during last one year (for currently married women only) 34. કોવિડ-19 રસીકરણનું સ્થળ | Place of Covid-19 Vaccination 35. બેંક ખાતાઓની કુલ સંખ્યા | Total number of Bank Accounts 36. મોબાઇલ નંબર (જો ઉપલબ્ધ હોય) | Mobile Number (if available) 37. આધાર નંબર (જો ઉપલબ્ધ હોય) | Aadhaar Number (if available) 38. વોટર આઈડી નંબર (જો ઉપલબ્ધ હોય) | Voter ID Number (if available) 39. પાસપોર્ટ નંબર (જો ભારતીય પાસપોર્ટ ધારક હોય) | Passport Number (if Indian Passport holder) 40. ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે નહીં | Availability of Driving License
    Click here to Read More
    Previous Article
    સ્કોટલેન્ડના લાઈલ રોબર્ટસને ડેબ્યૂ પર 6 વિકેટ લીધી:રબાડા-એડવર્ડ્સના રેકોર્ડની બરાબરી, સ્કોટલેન્ડે કેનેડાને ICC વન-ડે વર્લ્ડકપ લીગ-2માં હરાવ્યું
    Next Article
    શ્રાવણનાં પ્રથમ સોમવારે પાણીકાપ:રાજકોટનાં વોર્ડ નંબર-4ની 100 કરતા વધુ સોસાયટીમાં 17 ઓગષ્ટે પાણી વિતરણ બંધ રહેશે, ઓછા ફોર્સથી વિતરણની ફરિયાદો નિવારવા નિર્ણય

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment