Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગર્લફ્રેન્‍ડ સાથે બ્રેકઅપ થતાં નેપાળી યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ:પેડક રોડ પરથી 17 વર્ષીય વિદ્યાર્થી લાપતા, પાસા હેઠળ 4 રિક્ષાચોરો જેલહવાલે

    11 hours ago

    રાજકોટના પેડક રોડ સ્થિત આર્ય નગરમાં રહેતા અને ભારતીય સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા 17 વર્ષીય વિવેક સોઢાનું રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં ચકચાર મચી છે. માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલો વિવેક ગત 28 સપ્ટેમ્બરે બપોરે 12:30 વાગ્યે યુનિફોર્મ અને સ્કૂલ બેગ સાથે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ સાંજે 5:30 વાગ્યે પરત ફર્યો નહોતો. પરિવારે શોધખોળ બાદ શાળાએ તપાસ કરતા જાણવા મળ્યું કે તે દિવસે તે શાળાએ પહોંચ્યો જ નહોતો. મોટા ભાઈ સુમીત સોઢાની ફરિયાદના આધારે બી-ડિવિઝન પોલીસે કોઈ અજાણ્યા શખ્સે સગીરનું અપહરણ કર્યું હોવાની આશંકા સાથે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે. નેપાળી ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતાં યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો મૂળ નેપાળના અને હાલ રાજકોટમાં ભાઈ પાસે રહેતા 19 વર્ષીય પ્રેમ નામના યુવાને પ્રેમ પ્રકરણમાં હતાશ થઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ગઈકાલે સાંજે નેપાળ રહેતી તેની ગર્લફ્રેન્ડ સાથે ફોન પર થયેલી ચડભડ બાદ બ્રેકઅપ થતાં, લાગી આવેલ પ્રેમે પટેલવાડી પાસે ભાઈના ઘરે તાવની 15 જેટલી ગોળીઓ એકસાથે ગળી લીધી હતી. હાલત બગડતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. થોરાળા પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પેસેન્જરોના ખિસ્સા કાપતી રિક્ષા ગેંગના 4 શખ્સોને 'પાસા'માં ધકેલાયા શહેરમાં ઓટો રિક્ષામાં મુસાફરોને બેસાડી તેમની નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ સેરવી લેતી ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે. આ ગેંગના 4 રીઢા ગુનેગારોને પાસા હેઠળ રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી દેવાયા છે. આરોપી પ્રકાશ ઉર્ફે બકુલ સોલંકીને અમદાવાદ, આકાશ વણોદીયાને હિંમતનગર, રોહિત કોઇડીયાને મહેસાણા અને વિપુલ ડોડાને પાલનપુર જેલમાં ધકેલવામાં આવ્યા છે. આ તમામ ગુનેગારો અગાઉ માલવીયાનગર, કુવાડવા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને દારૂ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા. બાઇક સ્લિપ થતાં મધ્યપ્રદેશના યુવકનું કરૂણ મોત રાજકોટ તાલુકાના બાઘી ગામે મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના 18 વર્ષીય ગંગુભાઈ ભગવાનભાઈ સોલંકીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. ગત 21 સપ્ટેમ્બરે રાત્રે 9 વાગ્યા આસપાસ ડુંગરપુર-બાઘી રોડ પર તેમનું બાઇક અચાનક સ્લિપ થઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં પડધરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાની યુવક રિક્ષાચાલકનો શિકાર કામ અર્થે ધ્રોલથી ગોંડલ જઈ રહેલા રાજસ્થાનના બાડમેરના 21 વર્ષીય તરુણકુમાર પન્તુને એક રિક્ષાચાલકે નિશાન બનાવ્યો હતો. માધાપર ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી જવા બેઠેલા તરુણકુમારને રિક્ષાચાલકે મોરબી રોડ પર ગીરીરાજ પાર્ટી પ્લોટ સામેના અવાવરું રોડ પર લઈ જઈ ગાળો ભાંડી ઢોર માર માર્યો હતો. ત્યારબાદ રિક્ષાચાલકે તેના ખિસ્સામાંથી રૂ. 8500 ની રોકડ અને મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો અને ફરાર થઈ ગયો હતો. બી ડિવિઝન પોલીસે લૂંટનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    पत्नी की शलवार पति को पहनाई, पत्नी की लाश नहर में मिली, बिजनौर में पति पत्नी का एक अनोखा मामला
    Next Article
    Exclusive: Why Vithya And Co Couldn't Stop Thinking About The National Anthem

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment