Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉચ્છલ હાઇવે પર કારની ટક્કરે રાહદારીનું મોત:પૂરઝડપે આવતી કારે રાહદારીને અડફેટે લીધા, સ્થાનિકોએ કારચાલકને ઝડપ્યો

    12 hours ago

    તાપીના ઉચ્છલ તાલુકામાંથી પસાર થતા સુરત-ધુલિયા નેશનલ હાઇવે નંબર ૫૩ પર એક માર્ગ અકસ્માતમાં અજાણ્યા પ્રૌઢનું મોત થયું છે. મીરકોટ ગામની સીમમાં એક અલ્ટો કાર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી આશરે 48 વર્ષીય રાહદારીને અડફેટે લીધા હતા. ગંભીર ઇજાઓને કારણે પ્રૌઢનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના ગઈકાલે સવારે આશરે છ વાગ્યે બની હતી. મૂળ થુટી ગામના અને મજૂરી કામ કરતા પિતરભાઈ કાથુડ મીરકોટ ગામના ચાર રસ્તા પાસે ચા પી રહ્યા હતા. તે સમયે દુકાનદારે તેમને શિહોરી હોટલ આગળ અકસ્માત થયો હોવાની જાણ કરી. પિતરભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા ત્યાં લોકોનું ટોળું જમા થયું હતું અને એક અજાણ્યો પુરુષ લોહીલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં પડ્યો હતો. અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા મારૂતિ સુઝુકી અલ્ટો કારના ચાલકનો પીછો કરીને હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિકોએ તેને ઝડપી પાડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો. પકડાયેલા કાર ચાલકે પોતાનું નામ પ્રશાંતભાઈ નરહરી ગુરવ હોવાનું જણાવ્યું હતું. મૃતક પ્રૌઢની ઉંમર આશરે ૪૮ વર્ષ હોવાનું અનુમાન છે. તેઓ મધ્યમ બાંધાના, ઘઉંવર્ણ અને લંબગોળ મોઢું ધરાવે છે. તેમણે સફેદ ચેક્સવાળું લાંબી બાયનું શર્ટ અને કમરે કાળા કલરનું સ્પોર્ટ્સનું હાફ પેન્ટ પહેરેલું છે. આસપાસના ગામના લોકો દ્વારા ઓળખ વિધિના પ્રયાસો છતાં હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી.
    Click here to Read More
    Previous Article
    ધરમપુરના ટાંકી ગામે કોઝ-વેમાં યુવક ગરકાવ:પાણીના તેજ પ્રવાહમાં કોઝવેથી પસાર થતાં બનાવ, NDRFની ટીમ શોધખોળ માટે રવાના
    Next Article
    108 કર્મીઓએ રસ્તો બંધ હોવાથી સગર્ભાની ઘરે જ પ્રસૂતિ કરાવી:જામજોધપુરમાં માતા-નવજાતને ખાટલા પર સુવડાવી 500 મીટર કાદવ-કીચડવાળો રસ્તો કાપી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment