Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરના ટાંકી ગામે કોઝ-વેમાં યુવક ગરકાવ:પાણીના તેજ પ્રવાહમાં કોઝવેથી પસાર થતાં બનાવ, NDRFની ટીમ શોધખોળ માટે રવાના

    11 hours ago

    વલસાડ જિલ્લામાં મંગળવારે સવારથી ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે જિલ્લા માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આ ભારે વરસાદને કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે, અને ધરમપુર તાલુકાના ટાંકી ગામે એક વ્યક્તિ પાણીમાં તણાઈ જવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, ટાંકી ગામ પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. એક વ્યક્તિ આ કોઝવે ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર સક્રિય બન્યું હતું અને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમને બચાવ અને શોધખોળ માટે ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. 6 કલાકમાં જિલ્લાના વિવિધ તાલુકામાં 2થી 3 ઈંચ વરસાદ ડિઝાસ્ટર મામલતદાર હકુભા કાકલોતકરે આપેલી સત્તાવાર માહિતી મુજબ, મંગળવારે સવારે 6:00થી બપોરના 12:00 વાગ્યા સુધીના 6 કલાકમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ શહેરમાં 76 મીમી, ધરમપુરમાં 77 મીમી, પારડીમાં 58 મીમી, કપરાડામાં 82 મીમી, ઉમરગામમાં 84 મીમી અને વાપીમાં 63 મીમી વરસાદ પડ્યો છે. ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વલસાડ જિલ્લામાં કુલ 139 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આમાં 138 પંચાયત હસ્તકના માર્ગો અને 1 સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે. મધુબન ડેમની સપાટીમાં સતત વધારો ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવચેત રહેવા તેમજ પાણી ભરાયેલા કોઝવે કે રસ્તાઓ ઓળંગવાનું જોખમ ન લેવા અપીલ કરવામાં આવી છે. વહીવટી અધિકારીઓ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો:સાંઈલીલા મોલ પાસે વાહનચાલકોને હાલાકી, પાલિકાએ સમારકામ શરૂ કર્યું
    Next Article
    ઉચ્છલ હાઇવે પર કારની ટક્કરે રાહદારીનું મોત:પૂરઝડપે આવતી કારે રાહદારીને અડફેટે લીધા, સ્થાનિકોએ કારચાલકને ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment