Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો:સાંઈલીલા મોલ પાસે વાહનચાલકોને હાલાકી, પાલિકાએ સમારકામ શરૂ કર્યું

    9 hours ago

    વલસાડ શહેરના અબ્રામા વોર્ડ નંબર 10માં આવેલા સાંઈલીલા મોલ પાસેના મુખ્ય માર્ગ પર ભારે વરસાદને કારણે ભુવો પડ્યો હતો. આ ઘટનાને પગલે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોની જાણ બાદ વલસાડ નગરપાલિકાની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સમારકામની કામગીરી હાથ ધરી હતી. પોલીસ હેડક્વાર્ટર તરફ જતો આ મુખ્ય માર્ગ રોજિંદા હજારો લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ અબ્રામા અને ઝરણા પાર્ક વિસ્તારના રહેવાસીઓનો સમાવેશ થાય છે. સ્થાનિકોના મતે, ચોમાસા પહેલાંથી જ આ રસ્તાની હાલત ખરાબ હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે રસ્તાની ખરાબ સ્થિતિ અંગે વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં યોગ્ય કામગીરી ન થતાં આખરે વરસાદ વચ્ચે રસ્તો ધસી પડ્યો અને ભુવો સર્જાયો. ભુવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નગરપાલિકાની ટીમે જોખમ ટાળવા માટે તાત્કાલિક પ્રાથમિક સમારકામ શરૂ કર્યું હતું. સ્થાનિકોએ માત્ર કામચલાઉ સમારકામ નહીં, પરંતુ સમગ્ર માર્ગનું કાયમી અને ગુણવત્તાસભર પુનઃનિર્માણ કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
    Click here to Read More
    Previous Article
    અગરબત્તી કરી ને ACમાં બ્લાસ્ટ થયો, ઓફિસ-કારના કાચ તૂટ્યા:કમાટીપુરા અમન રેસિડન્સીની ઓફિસમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી; એક વ્યક્તિ દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
    Next Article
    ધરમપુરના ટાંકી ગામે કોઝ-વેમાં યુવક ગરકાવ:પાણીના તેજ પ્રવાહમાં કોઝવેથી પસાર થતાં બનાવ, NDRFની ટીમ શોધખોળ માટે રવાના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment