Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અગરબત્તી કરી ને ACમાં બ્લાસ્ટ થયો, ઓફિસ-કારના કાચ તૂટ્યા:કમાટીપુરા અમન રેસિડન્સીની ઓફિસમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી; એક વ્યક્તિ દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

    10 hours ago

    વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ કમાટીપુરા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી ઓફિસમાં સવારના સમયે પૂજા કરવા માટે અગરબત્તી સળગાવવામાં આવી હતી. દરમ્યાન એક જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ રહસ્યમય બ્લાસ્ટને કારણે ઓફિસમાં હાજર એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ પ્રચંડ બ્લાસ્ટ ACમાં થયો હોવાનું ફાયરે જણાવ્યું હતું. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઓફિસ અને નજીકમાં પાર્ક કરેલી કારના કાર તૂટ્યા શહેરના કમાટીપુરા ખાતે આવેલ અમન રેસિડન્સીમાં આવેલી ઓફિસમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં એક વ્યક્તિ દાઝી જતા તેને નરહરિ હોસ્પિટલમાં ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ ઓફિસમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં આખી ઓફિસના કાચ અને દૂર પાર્ક કરેલી કાર ના કાચ પણ તૂટી ગયા હતા. લાસ્ટનો પ્રચંડ અવાજ સાંભળતા જ આસપાસના સ્થાનિક લોકો અને વેપારીઓ દોડી આવ્યા હતા. એક વ્યકિત દાઝી જતા સારવાર માટે ખસેડાયો ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ પ્રચંડ બ્લાસ્ટના મકસૂદ હબીબ નામના વ્યક્તિને દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે. ‘અગરબત્તી કરતો હતો તે દરમિયાન બ્લાસ્ટ થયો’ આ ઘટના અંગે મુર્તુઝા સૈયદે જણાવ્યું હતું કે, અમારો માણસ સવારે અહીંયા અગરબત્તી કરતો હતો. દરમ્યાન અચાનક એક બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ઓફિસમાં નુકસાન થયું છે. સાથે વ્યક્તિ દાઝી ગયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફાયરની ટીમ આવી ગઈ છે અને કામગીરી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કેરળના વાયનાડમાં ભૂસ્ખલન, એકનું મોત, અનેક દટાયા:તીવ્ર મોજાં ટેન્કરને તણખલાંની જેમ વહાવી લઈ ગયાં; 2024માં અહીં 400 મૃત્યુ થયાં હતાં
    Next Article
    વલસાડમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો:સાંઈલીલા મોલ પાસે વાહનચાલકોને હાલાકી, પાલિકાએ સમારકામ શરૂ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment