Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    108 કર્મીઓએ રસ્તો બંધ હોવાથી સગર્ભાની ઘરે જ પ્રસૂતિ કરાવી:જામજોધપુરમાં માતા-નવજાતને ખાટલા પર સુવડાવી 500 મીટર કાદવ-કીચડવાળો રસ્તો કાપી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાયા

    13 hours ago

    જામનગર જિલ્લાની જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં અંતરિયાળ વાડી વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ભારે વરસાદથી બંધ રસ્તા છતાં એક સગર્ભાની ઘરે જ સફળ પ્રસૂતિ કરાવી હતી. પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુને ખાટલા પર બેસાડી 500 મીટર કાદવ-કીચડવાળો રસ્તો કાપી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ચોથી ડિલિવરી હોવાથી હાઈ-રિસ્ક માતાની શ્રેણીમાં આવતા હતા વાડી વિસ્તારમાં મજૂરી કરતા 30 વર્ષીય કમલીબેન એયરને અચાનક પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડી હતી. આ તેમની ચોથી ડિલિવરી હોવાથી તેઓ મેડિકલ દ્રષ્ટિએ હાઈ-રિસ્ક માતાની શ્રેણીમાં આવતા હતા. પરિવારજનોએ તાત્કાલિક 108 સેવાનો સંપર્ક કર્યો હતો. ઘર સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ નહોતી માહિતી મળતા જ ઈ.એમ.ટી. હસમુખ સાગઠિયા અને પાયલોટ કમલેશ કંટારીયા અડધા કલાકમાં ઘટનાસ્થળે પહોંચી ગયા. જોકે, ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે વાડી વિસ્તારમાં આવેલા કમલીબેનના ઘર સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ નહોતી. ખેતરોમાં કાદવ હોવાથી વાહન આગળ વધારવું અશક્ય હતું. સ્થળ પર જ ડિલિવરી કરાવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ માતાની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી હોસ્પિટલ પહોંચાડવા જેટલો સમય નહોતો. સ્થળ પર જ તાત્કાલિક ડિલિવરી કરાવવી પડે તેવી કટોકટીભરી સ્થિતિ ઊભી થઈ હતી. 108 સ્ટાફે પોતાની સૂઝબૂઝ અને તબીબી કૌશલ્યનો ઉપયોગ કરીને સગર્ભાના ઘરે જ સફળતાપૂર્વક અને સુરક્ષિત પ્રસૂતિ કરાવી. સ્થાનિકોની મદદથી માતા-બાળકને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યાં સફળ પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડવાના હતા. એમ્બ્યુલન્સ સ્ટાફે સ્થાનિક લોકોની મદદથી માતા અને બાળકને ખાટલા પર સુવડાવીને આશરે 500 મીટર જેટલું અંતર પગપાળા કાપ્યું. કાદવ-કીચડથી ભરાયેલા રસ્તાઓ વચ્ચેથી પસાર થઈને તેઓ સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા હતા. જામજોધપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રીફર કરાયા ત્યારબાદ બંનેને વધુ સારવાર અને દેખરેખ માટે જામજોધપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. 108 સ્ટાફની આ કર્તવ્યનિષ્ઠાની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ હતી. પ્રસૂતાના પરિવારજનોએ પણ રાજ્ય સરકાર અને 108 એમ્બ્યુલન્સ સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઉચ્છલ હાઇવે પર કારની ટક્કરે રાહદારીનું મોત:પૂરઝડપે આવતી કારે રાહદારીને અડફેટે લીધા, સ્થાનિકોએ કારચાલકને ઝડપ્યો
    Next Article
    અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટ શરૂ:હાઈ-ડેફિનેશન 3D વિઝ્યુલાઇઝેશન અને અદ્યતન સાધનો, એપોલોએ બીજી દા વિન્ચી Xi સિસ્ટમ સ્થાપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment