Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટ શરૂ:હાઈ-ડેફિનેશન 3D વિઝ્યુલાઇઝેશન અને અદ્યતન સાધનો, એપોલોએ બીજી દા વિન્ચી Xi સિસ્ટમ સ્થાપી

    14 hours ago

    અમદાવાદના એપોલો સીવીએચએફ હોસ્પિટલે બીજી દા વિન્ચી Xi રોબોટિક સર્જિકલ સિસ્ટમ કાર્યરત કરીને ગુજરાતના સૌપ્રથમ ડેડિકેટેડ રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટની શરૂઆત કરી છે. આ સાથે એપોલો હોસ્પિટલ્સ અમદાવાદ હવે રોબોટિક કાર્ડિયાક સર્જરી માટે બે ડેડિકેટેડ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ ધરાવતી રાજ્યની પ્રથમ હોસ્પિટલ બની છે. હોસ્પિટલના જણાવ્યા મુજબ, સીનિયર સીવીટીએસ સર્જન ડૉ. સુધીર અદાલતીના નેતૃત્વમાં અત્યાર સુધીમાં 75થી વધુ સફળ રોબોટિક કાર્ડિયાક સર્જરી કરવામાં આવી છે. નવી સિસ્ટમના ઉમેરાથી વધુ દર્દીઓને અદ્યતન અને મિનિમલી ઇન્વેસિવ હૃદયની સારવાર ઉપલબ્ધ બનશે. ગુજરાતનું પ્રથમ રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટ શરૂ એપોલો સીવીએચએફ હોસ્પિટલ્સના સીઈઓ અને ડિરેક્ટર તેમજ કાર્ડિયોલોજી વિભાગના ડિરેક્ટર ડૉ. સમીર દાણીએ જણાવ્યું કે, ગુજરાતના પ્રથમ ડેડિકેટેડ રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટની શરૂઆત રાજ્યના દર્દીઓને વિશ્વસ્તરીય હૃદયની સારવાર વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના સંકલ્પને મજબૂત બનાવે છે. તેમણે જણાવ્યું કે અદ્યતન ટેક્નોલોજી અને અનુભવી તબીબોની ટીમ દર્દીઓને વધુ સચોટ અને સુરક્ષિત સારવાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. રોબોટિક સર્જરી બાદ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય ડૉ. સુધીર અદાલતીએ જણાવ્યું કે, દા વિન્ચી Xi સિસ્ટમ દ્વારા સર્જરી દરમિયાન વધુ ચોકસાઈ, ઓછો ચીરો અને દર્દીને ઓછી શારીરિક તકલીફ સાથે જટિલ હૃદયની સર્જરી શક્ય બને છે. તેમના જણાવ્યા મુજબ, રોબોટિક સર્જરી બાદ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય છે, હોસ્પિટલમાં ઓછા દિવસ રોકાવું પડે છે અને રોજિંદા જીવનમાં વહેલા પરત ફરી શકે છે. મિનિમલી ઇન્વેસિવ સારવારની સુવિધા વધુ દર્દીઓને મળશે હોસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કમાન્ડર જેલસન કવલક્કટે જણાવ્યું કે, બીજી દા વિન્ચી Xi સિસ્ટમનો ઉમેરો એપોલોની રોબોટિક સર્જરી સેવાઓને વધુ મજબૂત બનાવશે અને વિવિધ વિશેષતાઓમાં મિનિમલી ઇન્વેસિવ સારવારની સુવિધા વધુ દર્દીઓ સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. રોબોટિક સર્જિકલ સિસ્ટમ, હાઈ-ડેફિનેશન 3D વિઝ્યુલાઇઝેશન હોસ્પિટલના જણાવ્યા મુજબ, દા વિન્ચી Xi રોબોટિક સર્જિકલ સિસ્ટમ, હાઈ-ડેફિનેશન 3D વિઝ્યુલાઇઝેશન અને અદ્યતન રોબોટિક સાધનોની મદદથી નાના ચીરા દ્વારા સર્જરી કરવાની સુવિધા આપે છે. જેના કારણે ઓછો રક્તસ્ત્રાવ, ચેપનું ઓછું જોખમ, ઓછો દુખાવો અને ઝડપી રિકવરી જેવા અનેક ફાયદા દર્દીઓને મળે છે. હોસ્પિટલનું કહેવું છે કે આ નવા યુનિટની શરૂઆત સાથે ગુજરાત તેમજ પડોશી રાજ્યોના દર્દીઓને વિશ્વસ્તરીય રોબોટિક કાર્ડિયાક સર્જરીની સુવિધા વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.
    Click here to Read More
    Previous Article
    108 કર્મીઓએ રસ્તો બંધ હોવાથી સગર્ભાની ઘરે જ પ્રસૂતિ કરાવી:જામજોધપુરમાં માતા-નવજાતને ખાટલા પર સુવડાવી 500 મીટર કાદવ-કીચડવાળો રસ્તો કાપી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાયા
    Next Article
    Saira Banu remembers ‘anchor’ Dilip Kumar on his death anniversary: ‘Until we meet again’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment