Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના સાંસદ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બાઈક પર પહોંચ્યા:સ્થળ પર નુકસાનનું નિરીક્ષણ કર્યું, જેસીબી પર બેસી રોડ ખુલ્લો કરાવ્યો

    2 days ago

    અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે સાંસદ ભરત સુતરીયાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અનેક ગામોમાં રસ્તાઓ તૂટી ગયા હતા અને પાણી તથા કાદવ ભરાઈ જવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સાંસદ ભરત સુતરીયા બાઈક પર સવાર થઈને પહોંચ્યા હતા અને સ્થાનિકોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાંસદ સુતરીયાએ શેડુભાર, હરિપર, અડતાળા, માચીયાળા, લાઠી અને જરખિયા સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થળ પર નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. શેડુભાર નજીક અમરેલી તરફ જતો માર્ગ કાદવ અને અવરોધના કારણે બંધ થઈ ગયો હતો, ત્યારે તેમણે તાત્કાલિક જેસીબી મંગાવી રોડ ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરાવી હતી. આ દરમિયાન સાંસદ પોતે જેસીબી પર બેસીને રોડ પરથી કાદવ અને અવરોધ દૂર કરાવતી કામગીરીમાં જોડાયા હતા. તેમણે જિલ્લા અધિકારીઓને ફોન પર કડક સૂચનાઓ આપી અસરગ્રસ્ત સ્થળોએ તાત્કાલિક ટીમો મોકલવા નિર્દેશ આપ્યા હતા. જેસીબી પર બેસીને રોડ ખુલ્લો કરાવતી કામગીરીનો સાંસદ ભરત સુતરીયાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. શરૂઆતમાં રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી, લીલીયા અને સાવરકુંડલા જેવા વિસ્તારોમાં વરસાદ હતો. ત્યારબાદ બાબરા અને અમરેલીની આસપાસના વિસ્તારો જેવા કે શેડુભાર અને માચીયાળામાં ગઈકાલે સાંજે છ વાગ્યાથી રાતના બે વાગ્યા સુધીમાં લગભગ 12 થી 13 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારે વરસાદને કારણે રોડ-રસ્તા ધોવાઈ ગયા છે. અમારી પ્રથમ પ્રાથમિકતા તાત્કાલિક રોડ-રસ્તા શરૂ કરવાની છે, જેથી લોકોને અવરજવરમાં તકલીફ ન પડે. આ ઉપરાંત, રેલવેના અંડરપાસમાં ભરાયેલા પાણીને પણ ખાલી કરાવવામાં આવ્યા છે. વધુમાં સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું કે, ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે, અમરેલી સિટીમાં પણ પાણી ભરાણા છે. અમારી ટીમ કામ કરી રહી છે એટલે સાંજ સુધીમાં તમામ રસ્તા શરૂ કરી દેશું.
    Click here to Read More
    Previous Article
    ખોડલધામ ચેરમેનના 61માં જન્મદિવસે 70થી વધુ સ્થળે મહારક્તદાન યોજાશે:જામનગર જિલ્લામાં 22 સ્થળો સહિત રાજ્યભરમાં મેગા કેમ્પ દ્વારા મહાસેવાયજ્ઞનું આયોજન
    Next Article
    વડનગરમાં યુવકના મોતનો મામલો:માનસિક રીતે બીમાર હોવાનું સામે આવ્યું, હત્યા કે આત્મહત્યાને લઈ પોલીસ તપાસનો ધમધમાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment