Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગરમાં યુવકના મોતનો મામલો:માનસિક રીતે બીમાર હોવાનું સામે આવ્યું, હત્યા કે આત્મહત્યાને લઈ પોલીસ તપાસનો ધમધમાટ

    2 days ago

    વડનગર તાલુકાના સબલપુર ગામમાં કમ્બોપ તળાવના કિનારે એક યુવકની ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તળાવ કાંઠે ઝાડ સાથે દોરડુ બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ જોઈને સ્થાનિકો ચોંકી ઉઠ્યા હતા. સ્થાનિકોની મદદથી પોલીસે લાશ નીચે ઉતારી શરૂઆતમાં યુવકની લાશ અર્ધનગ્ન હાલતમાં દેખાતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ વડનગર પોલીસનો કાફલો તાકીદે સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થાનિકોની મદદથી લાશને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવક માનસિક બીમાર હોવાનું સામે આવ્યું પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ થઈ શકી છે. મૃતક યુવક ખેરાલુ તાલુકાના કુડા ગામનો રહેવાસી 30 વર્ષીય ઠાકોર વિક્રમજી રવાજી હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ, મૃતક યુવક વડનગર પંથકમાં રહેતા તેના બહેનના ઘરે આવ્યો હતો અને તે માનસિક રીતે બીમાર હોવાનું પણ સામે આવ્યું છે. હત્યા કે આત્મહત્યા તેને લઈ તપાસ તેજ સ્થાનિકોમાં ચર્ચાતી અર્ધનગ્ન લાશ અંગે પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, યુવકની લાશને જ્યારે ઝાડ પરથી નીચે ઉતારવામાં આવી ત્યારે એવા સંજોગો સર્જાયા હતા, જેથી તે અર્ધનગ્ન હાલતમાં દેખાતી હતી. વડનગર પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવકે આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું સચોટ કારણ જાણી શકાશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના સાંસદ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બાઈક પર પહોંચ્યા:સ્થળ પર નુકસાનનું નિરીક્ષણ કર્યું, જેસીબી પર બેસી રોડ ખુલ્લો કરાવ્યો
    Next Article
    Andhra Woman Hired Killers With Husband's Money To Murder Him

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment