Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોડલધામ ચેરમેનના 61માં જન્મદિવસે 70થી વધુ સ્થળે મહારક્તદાન યોજાશે:જામનગર જિલ્લામાં 22 સ્થળો સહિત રાજ્યભરમાં મેગા કેમ્પ દ્વારા મહાસેવાયજ્ઞનું આયોજન

    2 days ago

    ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસે આગામી 11 જુલાઈ, શનિવારના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ જામનગર શહેર અને જિલ્લામાં કુલ 22 સ્થળોએ યોજાશે. આ ઉપરાંત, ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારના કુલ 70થી વધુ સ્થળોએ પણ રક્તદાન કેમ્પ યોજાશે. આ સેવાકીય કાર્યમાં જોડાઈને રાષ્ટ્રસેવામાં સહભાગી થવા સર્વ સમાજના ભાઈઓ-બહેનો અને જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જામનગર શહેરમાં સવારે 9:00 થી 1:00 વાગ્યા દરમિયાન રક્તદાન કેમ્પ નીચે મુજબના મુખ્ય સ્થળોએ યોજાશે: શ્રી ખોડલધામ સમિતિ જિલ્લા કાર્યાલય, શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ (રણજીતનગર), શ્રી નારાયણ કચરા ગલાણી લેઉવા પટેલ સમાજ (નારાયણ નગર-૧), GIDC ફેસ-2,3 એસોસિએશન ઓફિસ. મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા સાથે શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ ખોડલ ગ્રીન (સરદાર પાર્ક, કુદરત બંગલાની સામે) અને શ્રીજી હોલ (ઓશવાળ કોલોની) ખાતે કેમ્પ યોજાશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રક્તદાન પ્રવૃત્તિને વેગ આપવા માટે વિભાપર, ઠેબા, નંદપુર, મોડપર, સુમરા, હરીપર, ભાદરા, મજોઠ, લતીપુર, ધ્રોલ, નિકાવા, મોટા વડાળા, ખરેડી, પાતા મેઘપર અને પીપરટોડા જેવા ગામોમાં કેમ્પનું આયોજન કરાયું છે. નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ અને કુદરતી આપત્તિઓમાં સહાય જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. દર્દીઓને સમયસર લોહી મળી રહે તેવા ઉમદા હેતુથી યોજાયેલા આ મહાઅભિયાનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા ખોડલધામ સમિતિ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સીરિયામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત વચ્ચે વિસ્ફોટ:મેક્રોન જે હોટેલમાં રોકાયા હતા તેની નજીક બ્લાસ્ટ થયો; સુરક્ષા વ્યવસ્થામાં વધારો
    Next Article
    અમરેલીના સાંસદ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બાઈક પર પહોંચ્યા:સ્થળ પર નુકસાનનું નિરીક્ષણ કર્યું, જેસીબી પર બેસી રોડ ખુલ્લો કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment