Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીરિયામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત વચ્ચે વિસ્ફોટ:મેક્રોન જે હોટેલમાં રોકાયા હતા તેની નજીક બ્લાસ્ટ થયો; સુરક્ષા વ્યવસ્થામાં વધારો

    2 days ago

    ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સીરિયાની મુલાકાતે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત દરમિયાન મંગળવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ તે હોટેલની નજીક થયો હતો જ્યાં મેક્રોનના રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મેક્રોન સોમવારે દમાસ્કસ પહોંચ્યા હતા. ફ્રેન્ચ રાષ્ટ્રપતિની સીરિયા મુલાકાત દરમિયાન દમાસ્કસમાં થયેલા બોમ્બ વિસ્ફોટે તેમની સુરક્ષા અંગે ચિંતા વધારી છે. મીડિયા રિપોર્ટ મુજબ, સ્થાનિક લોકોએ અનેક વિસ્ફોટોનો અવાજ સાંભળ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં તે વિસ્તારમાંથી ધુમાડો નીકળતો પણ દેખાયો હતો. વિસ્ફોટ બાદ તરત જ સુરક્ષા એજન્સીઓએ નજીકના રસ્તાઓ બંધ કરી દીધા અને સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી. હાલમાં જાનહાનિ અંગે કોઈ અહેવાલ નથી. અધિકારીઓએ વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરી છે. બશર અલ-અસદના સત્તા પરથી હટ્યા બાદ દમાસ્કસની મુલાકાત લેનારા મેક્રોન યુરોપિયન યુનિયન (EU)ના પ્રથમ મુખ્ય નેતા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સંપૂર્ણપણે સુરક્ષિત સીરિયન અખબાર 'અલ-વતન' અને સીરિયા ટીવી નેટવર્ક મુજબ, રાજધાનીની વચ્ચો વચ્ચ બે વિસ્ફોટ થયા હતા. ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઘણા વર્ષો બાદ ફ્રેન્ચ રાષ્ટ્રપતિની સીરિયાની મુલાકાતને એક મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહી છે. આ દરમિયાન, રાજધાનીમાં થયેલા વિસ્ફોટના સમાચાર સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યા છે. સીરિયામાં વિસ્ફોટના 3 ફૂટેજ… સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક ગાડી આગની ઝપેટમાં આવી ગયેલી જોવા મળે છે. રસ્તા પર લોહીના ડાઘ પણ દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં કેટલી જાનહાની થઈ છે છે તે હજુ સ્પષ્ટ થયું નથી. અત્યાર સુધી કોઈ પણ સંગઠને આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી. ઉથલપાથલ બાદ સીરિયાની મુલાકાત લેનાર મેક્રોન પ્રથમ મુખ્ય યુરોપિયન નેતા મેક્રોન સોમવારે સીરિયાની રાજધાની દમાસ્કસ પહોંચ્યા હતા. બશર અલ-અસદના સત્તા પરથી હટ્યા બાદ સીરિયાની મુલાકાત લેનારા તેઓ પ્રથમ મુખ્ય યુરોપિયન નેતા બન્યા છે. દમાસ્કસ એરપોર્ટ પર સીરિયાના વિદેશ મંત્રી અસદ અલ-શૈબાનીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ, મેક્રોને રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારા સાથે મુલાકાત કરી હતી અને બંને નેતાઓએ ઐતિહાસિક ઉમૈયદ મસ્જિદની મુલાકાત પણ લીધી હતી. મેક્રોનની મુલાકાત દરમિયાન સીરિયાનું પુનર્નિર્માણ, વિદેશી રોકાણ, સુરક્ષા સહયોગ અને આતંકવાદ-વિરોધી અભિયાન એ મુખ્ય એજન્ડાના મુદ્દાઓ છે. આ ઉપરાંત, માળખાગત સુવિધાઓ, નાણાં અને ઊર્જા ક્ષેત્રે બંને દેશો વચ્ચેના વિવિધ કરારો અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. થોડા દિવસ પહેલા પણ વિસ્ફોટ થયો હતો, 5 લોકો માર્યા ગયા હતા 3 જુલાઈના રોજ, દમાસ્કસમાં પેલેસ ઓફ જસ્ટિસ નજીક એક કાફેમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 5 લોકો માર્યા ગયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા. દમાસ્કસના ગવર્નર માહેર મરવાન ઇદલીબીએ જણાવ્યું હતું કે કાફેમાં એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) લગાવવામાં આવ્યું હતું. આ ઘટનાના સંદર્ભમાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક તત્વો દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જોકે આ હુમલો કોઈપણ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો નથી.
    Click here to Read More
    Previous Article
    Flash floods, mudslides in J-K: Highway blocked for 2nd day, houses and buildings damaged
    Next Article
    ખોડલધામ ચેરમેનના 61માં જન્મદિવસે 70થી વધુ સ્થળે મહારક્તદાન યોજાશે:જામનગર જિલ્લામાં 22 સ્થળો સહિત રાજ્યભરમાં મેગા કેમ્પ દ્વારા મહાસેવાયજ્ઞનું આયોજન

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment