Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ વરસાદથી નવસારી-વલસાડમાં ટ્રેનો અટકી:દિવસભર ફસાયેલા મુસાફરોને ભાજપે મોડી રાત્રે ફૂડ પેકેટ આપ્યા

    1 day ago

    મુંબઈમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા. આના પરિણામે વેસ્ટર્ન રેલવેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અમદાવાદ અને મુંબઈ વચ્ચેની અનેક ટ્રેનો પ્રભાવિત થતાં, દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ સહિતના રેલવે સ્ટેશનો પર ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. ટ્રેનો અટકી પડવાને કારણે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. રેલવે સ્ટેશનો પર બાળકો, મહિલાઓ અને વડીલો સહિતના મુસાફરોને દિવસભર ભોજન અને પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડી હતી. દિવસભર મુસાફરોની હાલાકી છતાં, નવસારીના સ્થાનિક રાજકીય નેતાઓને મોડી રાત્રે મદદ કરવાનો ખ્યાલ આવ્યો. અન્ય રેલવે સ્ટેશનો પર રાજકારણીઓ દ્વારા કરાયેલી મદદના વીડિયો સોશિયલ મીડિયામાં જોયા બાદ, નવસારીના નેતાઓ સક્રિય થયા હતા. મોડી રાત્રે નવસારી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા નવસારી રેલવે સ્ટેશન પર ફસાયેલા મુસાફરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ અને નવસારીના મેયર અશોક ધોરાજીયા સહિત ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ સ્ટેશન પર પહોંચ્યા હતા. તેમણે મુસાફરોને ફૂડ પેકેટ અને પાણીની બોટલોનું વિતરણ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અડધો કલાક મોઢામાં માણસનો હાથ પકડીને બેઠો રહ્યો સિંહ:પંપાળ્યો તો છોડી દીધો, આખરે સિંહે માણસને ખાધો કેમ નહીં?
    Next Article
    જામનગરમાં જર્જરિત ઇમારતની છત ધરાશાયી:પ્રથમ વરસાદમાં પટણીવાડ વિસ્તારમાં ઘટના, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment