Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં જર્જરિત ઇમારતની છત ધરાશાયી:પ્રથમ વરસાદમાં પટણીવાડ વિસ્તારમાં ઘટના, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

    1 day ago

    જામનગર શહેરમાં પ્રથમ વરસાદના રાઉન્ડ દરમિયાન પટણીવાડ વિસ્તારમાં આવેલી હુસૈની બાગ હોલની જૂની અને જર્જરિત ઇમારતની છત સોમવારે રાત્રે ધરાશાયી થઈ હતી. આ ઇમારત સદ્દામ રેસ્ટોરન્ટ સામે આવેલી છે. આ ઘટના વરસાદ વરસી રહ્યો હતો ત્યારે બની હતી. છત ધરાશાયી થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સદભાગ્યે, ઘટના સમયે છત નીચે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી. આમ, એક મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. શહેરમાં વરસાદી મોસમ દરમિયાન જર્જરિત ઇમારતો જોખમરૂપ બની શકે છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ શહેરની જોખમી અને જર્જરિત ઇમારતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈ વરસાદથી નવસારી-વલસાડમાં ટ્રેનો અટકી:દિવસભર ફસાયેલા મુસાફરોને ભાજપે મોડી રાત્રે ફૂડ પેકેટ આપ્યા
    Next Article
    જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હીરજીભાઈ ચાવડાનું સન્માન:એમ.ડી. મકવાણાએ કેશરી ખેસ અને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment