Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓપરેશન સિંદૂર બાદ કચ્છ બોર્ડરનું વધ્યું મહત્વ:સિરક્રીક પાસે પાકિસ્તાન નેવીનો ‘અબાબીલ’ યુદ્ધાભ્યાસ; સુરક્ષા ડ્રોન અને કોસ્ટલ મિસાઇલ ફોર્સનું પરીક્ષણ કરાયું

    17 hours ago

    ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કચ્છ બોર્ડરનું વ્યૂહાત્મક મહત્વ અનેકગણું વધી ગયું છે. ભારત દ્વારા સરહદ પર વધારવામાં આવેલી સુરક્ષા અને અભેદ્ય તૈયારીઓથી પાકિસ્તાનના પેટમાં ફાળ પડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વખત, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે વખત કચ્છની મુલાકાત લઈ ચૂક્યા છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહ ગયા મહિને જ કચ્છ બોર્ડરની મુલાકાતે આવ્યા હતા, જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે સંવેદનશીલ સિરક્રીક વિસ્તારમાં પાકિસ્તાનની નાપાક હરકતો સામે ખુલ્લી ચેતવણી આપી હતી. ભારતની આ આક્રમક તૈયારીઓ અને જડબાતોડ જવાબ આપવાની તાકાત જોઈને પાકિસ્તાને હવે સિરક્રીક વિસ્તારમાં ‘અબાબીલ’ યુદ્ધાભ્યાસ કર્યો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, પાકિસ્તાન નેવી દ્વારા તાજેતરમાં બંને દેશો વચ્ચેના વિવાદિત અને અત્યંત સંવેદનશીલ એવા સિરક્રીક વિસ્તારમાં વ્યૂહાત્મક રીતે ‘અબાબીલ’ નામે સૈન્ય અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અંગે પાકિસ્તાન નેવીએ જાતે જ એક વીડિયો પણ જારી કર્યો છે. આ યુદ્ધાભ્યાસ દ્વારા પાકિસ્તાને તેની ડ્રોન અને મિસાઇલ ક્ષમતામાં કરેલા નોંધપાત્ર વધારાનું પ્રદર્શન કર્યું છે. અબાબીલ યુદ્ધાભ્યાસ પાકિસ્તાન નેવીમાં એક ડ્રોન ફોર્સના પ્રવેશનો સંકેત આપે છે. પ્રાદેશિક ખતરાઓ વચ્ચે પાકિસ્તાન પોતાની દરિયાઈ ક્ષમતા વધારવા મથામણ કરી રહ્યું છે. આ ઉપરાંત, આ સૈન્ય અભ્યાસમાં પાકિસ્તાનની ‘કોસ્ટલ મિસાઈલ ફોર્સ’માં પણ અપગ્રેડેશન કરવામાં આવ્યું હોવાના સંકેત અપાયા છે. મિસાઈલ ક્ષમતાને મજબૂત કરી પાકિસ્તાન પોતાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોતાનો બચાવ વધુ સઘન બનાવવા માંગે છે. મહત્વનું છે કે, ભારતીય સેના દ્વારા પણ સમયાંતરે યુદ્ધ અભ્યાસ કરવામાં આવે છે. કચ્છ કાંઠે વધી રહેલી નાપાક હિલચાલ પર હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સિરક્રીકનું વ્યૂહાત્મક મહત્વ, પ્રાદેશિક તણાવ ભૌગોલિક અને રાજકીય દ્રષ્ટિએ સિરક્રીક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વ્યૂહાત્મક બિંદુ છે. ભારત અને પાકિસ્તાન બંને આ વિસ્તાર પર પોતાનો દાવો રજૂ કરે છે, જેને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં બંને દેશો વચ્ચે પ્રવર્તતા તણાવની સ્થિતિ વચ્ચે, પાકિસ્તાન નેવી દ્વારા સિરક્રીકમાં કરાયેલો આ ‘અબાબીલ’ યુદ્ધાભ્યાસ અને તેમાં જોવા મળેલા લશ્કરી અપગ્રેડેશન ભવિષ્યમાં પ્રાદેશિક ગતિશીલતા પર મોટી અસર પાડી શકે છે. તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પાકિસ્તાનની આ હિલચાલ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર પેરેલલ ઇન્વેસ્ટિગેશન:વરસાદી લાઇનો જામ રહી, મેનપાવર રોડ પર ઉતર્યો નહીં
    Next Article
    બોટાદમાં એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની કાર્યવાહી:ST બસ સ્ટેન્ડ પાસેથી અફીણના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment