Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર પેરેલલ ઇન્વેસ્ટિગેશન:વરસાદી લાઇનો જામ રહી, મેનપાવર રોડ પર ઉતર્યો નહીં

    16 hours ago

    સોમવારે ભારે વરસાદ વચ્ચે લોકો કલાકો સુધી ટ્રાફિકજામમાં અટવાયા હતા. જો કે, કરોડોનું ઇન્ટિગ્રેટેડ કમાન્ડિંગ-કંટ્રોલ સેન્ટર (ICCC) સ્થિતિને કાબૂમાં લઈ ન શક્યું. અહીં માત્ર રીલ્સ બની રહી હતી, પણ મેનપાવરને રોડ પર ઉતારાયો જ ન હતો. પાણી ભરાયાં પછી મ્યુનિ.એ રોડ પર ઉતરી સ્ટોર્મનાં ઢાંકણાં ખોલ્યાં હતા. ICCCમાં રીલ્સ બની, ટેક્નોલોજી વામણી, 3800 કેમેરા કામ ન લાગ્યા 1. સ્માર્ટ સિગ્નલ: કંટ્રોલ રૂમમાંથી જ ટ્રાફિક ખોલી શકાય તેવી સ્માર્ટ સિગ્નલ સિસ્ટમ છે. ટાઈમિંગ બદલીને ટ્રાફિક હળવો કરી શકાયો હોત પરંતુ કંટ્રોલ રૂમમાં ઘંટડીઓ રણકતી રહી પણ ટ્રાફિક સેલ અને ICCC વચ્ચે સંકલન જ નહોતું. 2. ડિજિટલ સાઈનેજ બોર્ડ બ્લેન્ક: મુખ્ય માર્ગો પર કરોડોના ખર્ચે ડિજિટલ ડિસ્પ્લે લગાવ્યા છે. ICCC ધારે તો ક્યાં ક્યાં પાણી ભરાયા છે તેનો લાઇવ મેસેજ ફ્લેશ કરી શકી હોત. જોકે હજારો વાહનચાલકો અજાણતા જ પાણી ભરાયેલા વિસ્તારો તરફ આગળ વધીને ટ્રાફિકમાં ફસાયા હતા. 3. 12 લાખ ફોન માટે જિયો-ફેન્સિંગ એલર્ટ બિનઉપયોગી: પાલિકા પાસે વેરો ભરતા 12 લાખ કરદાતાના ફોન નંબર છે. પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં જિયો-ફેન્સિંગથી ઍલર્ટ કરી શકાયા હોત. 4. ઓટો પંપ શરૂ ન થયા: પાણી વધતાં જ ICCCથી એક ક્લિકથી પંપ શરૂ ન કરાયા.. 5. એમ્બ્યુલન્સ-ફાયરની ગાડીઓ જ ફસાઈ: પાલિકાના તમામ ઇમરજન્સી વાહનો GPSથી ICCC સાથે જોડાયેલા છે. તેમ છતાં કતારગામમાં એમ્બ્યુલન્સ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ ત્યારે ગ્રીન કોરિડોર બનાવીને કાઢી શકાઈ ન હતી. ભાસ્કર રિયાલિટી ચેક - ડ્રેનેજ લાઇન પર કચરો, ફ્લડ ગેટ ખોલવામાં વિલંબ, નવા વિસ્તારોમાં આયોજનનો અભાવ માઈક પર બોલી બોલીને 1 હજાર જવાનોને ઉતારાયા શહેરમાં જલભરાવના લીધે શહેરની ટ્રાફિક વ્યવસ્થા બેહાલ થઈ ગઈ હતી. જોકે, પોલીસ પ્રશાસન સમગ્ર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે ચલાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. ટ્રાફિકના નિયમન માટે 1000થી વધુ ટ્રાફિક પોલીસ અને ટીઆરબી (TRB) જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમમાં ટ્રાફિક સમસ્યાને લગતા 50થી વધુ કોલ આવ્યા હતા. ટ્રાફિક ધીમો (સ્લો) થવાના કારણે લોકોને વધુ મુશ્કેલી પડી હતી.
    Click here to Read More
    Previous Article
    રાપર તાલુકામાં સાંજે મેઘરાજાનું આગમન, એકથી બે ઇંચ વરસ્યો:ભુજ તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં ઝાપટા પડ્યાં; ગાંધીધામ, અંજાર અને ભચાઉમાં મેહુલિયાની હાજરી
    Next Article
    ઓપરેશન સિંદૂર બાદ કચ્છ બોર્ડરનું વધ્યું મહત્વ:સિરક્રીક પાસે પાકિસ્તાન નેવીનો ‘અબાબીલ’ યુદ્ધાભ્યાસ; સુરક્ષા ડ્રોન અને કોસ્ટલ મિસાઇલ ફોર્સનું પરીક્ષણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment