Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં ‘કલાવારસો’ સંસ્થા દ્વારા યોજાયો ‘હરખની હેલી’ કાર્યક્રમ:કચ્છના ખૂણે-ખૂણેથી આવેલા કલાકારોના સૂર-તાલથી વાતાવરણ સંગીતમય બન્યું

    14 hours ago

    કચ્છની સંસ્કૃતિ અને સંગીતના જતન માટે કાર્યરત સંસ્થા કલાવારસો દ્વારા ભુજના ટાઉનહોલ ખાતે સંગીતમય કાર્યક્રમ હરખની હેલીનું આયોજન કરાયું હતું. સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી સળંગ ચાલેલા કાર્યક્રમમાં કચ્છના ખૂણે-ખૂણેથી આવેલા વિવિધ સંગીત શૈલીના કલાકારોએ ગાયન અને વાદનની પ્રસ્તુતિ કરી હતી. આ કાર્યકમ જે.પી સ્ટુડીઓની ચેનલથી જીવંત પ્રસારિત કરાયો હતો. દીપ પ્રાગટ્ય બાદ કચ્છના પરંપરાગત મંગલ વાદ્ય નોબત અને શરણાઈના મધુર સૂર રેલાયા હતા. આરાધીવાણી શૈલીમાં ગણપતિ વંદના રજૂ કરી કાર્યક્રમ આરંભ કરાયો હતો. પ્રારંભે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભારમલ સંજોટે સૌને આવકારી જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોનો મુખ્ય હેતુ એ જ છે કે આપણે બધાએ સાથે મળીને આપણા કલાકારોના હિત માટે કામ કરવું જોઈએ. આજના આધુનિક સમયની ભાગદોડમાં જો આપણે સજાગ નહીં થઈએ, તો આપણો જે અસલ અને પરંપરાગત વારસો છે તેને આપણે વિસરી જઈશું. કાર્યક્રમ દરમિયાન સંસ્થાની ગયા વર્ષની કામગીરીનો વાર્ષિક અહેવાલનો પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરાયો હતો. લીલાધર પાસુ ફોરવર્ડ્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દેવેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, આપણો ઉદ્દેશ્ય વધુ યુવા કલાકારો તૈયાર થાય તે હોવો જોઈએ. વડીલ કલાકારો પાસે જે આપણી પરંપરાગત જૂની સંગીત શૈલીઓ છે, તે વારસો હવે નવી પેઢીને સોંપવામાં આવે તે જરૂરી છે. કાર્યક્રમમાં ફોકિયાના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકે, જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવી, માહિતી ખાતું નિયામક ઘનશ્યામ પેડવા, સ્મૃતિવનના ડિરેક્ટર મનોજ પાંડે, તલકશી નદું, ઝવેરીલાલ સોનેજી, સીએ રમેશ પિંડોરિયા, બંટી પોપટ, કવીભાઈ, માવજી બારીયા, પંકજ શાહ, ધર્મા ભગત, ગાભુ વણકર, રૂપેશ પટેલ અને પરેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા પ્રમુખ શંકરદાન બારોટ, ઉપપ્રમુખ દાના ભારમલ, મોહન આહીર, નામરી પરમાર, નારાણ ખરેટ, વાલજી જોગી, કરમશી જોગણીયા, તનીષા ખાન, ગુરુ સંજોટ અને હરેશ પરમારે જહેમત ઉઠાવી હતી. સંચાલન ઉત્કંઠાબેન ધોળકિયા દ્વારા કરાયું હતું. જીવન સંગીત સાધનામાં વ્યતિત કરનારા 10 કલાકારોને ‘કલાવારસો ભૂષણ’ એવોર્ડ અર્પણ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કચ્છના એવા 10 વડીલ કલાકારોનું સન્માન હતું, જેમણે પોતાનું સમગ્ર જીવન સંગીત સાધનામાં વિતાવ્યું છે. સંસ્થા દ્વારા આ તમામને ‘કલાવારસો ભૂષણ’ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જુસબ સુમાર જુમાણી (પરંપરાગત મંગલ વાદ્ય શરણાઈ), અબ્દુલા સુલેમાન લંગા (પરંપરાગત મંગલ વાદ્ય નોબત), ગાંગા સુરા ભગત (સંતાર વાદ્ય સાથે દેશી ભજન આરાધીવાણી), છગન વેરશી મેઘવાર (રામસાગર વાદ્ય સાથે દેશી ભજન), કેશરબાઈ ફકુ પારાધી (પરંપરાગત લગ્નગીતોના ગાયક), રમજાન લાખા કેર (સુફી કાફી કલામના ગાયક), રામા સગ્રામ કોલી (દેશી ભજન ગુરુમૂખીવાણીના ગાયક), નવલબેન અજુ બારોટ (પરંપરાગત લોકગીતોના ગાયક), ઈશ્માઈલ જુમા જત (જોડિયા પાવાના વાદક), રમણીક મગનલાલ પરમાર (લોકપ્રિય બેન્જો વાદક). કલાકારોએ યુવા પેઢીને હંમેશાં એક થઈ રહેવા અને કચ્છના આ આગવા સંગીત વારસાને સાચવી રાખવાની અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રથયાત્રા:11મીએ મામેરા વિધિથી શરૂ થશે મહોત્સવ; 16મીએ અષાઢી બીજે છપ્પનભોગ અને સંત ભંડારો
    Next Article
    કાર્યવાહી:ઝારખંડના ધનબાદથી ભાવનગર ટ્રેનમાં લવાયેલ રૂપિયા 8.48 લાખનો 16.977 કિલો ગાંજો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment