Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રા:11મીએ મામેરા વિધિથી શરૂ થશે મહોત્સવ; 16મીએ અષાઢી બીજે છપ્પનભોગ અને સંત ભંડારો

    15 hours ago

    નાનામવા સ્થિત કૈલાસધામ આશ્રમ ખાતે આવેલા જગન્નાથજી મંદિર દ્વારા સત્ય સનાતન ધર્મની ઐતિહાસિક 19મી રથયાત્રાનું ભવ્ય આયોજન અષાઢ સુદ બીજને તા.16 જુલાઈને ગુરુવારના રોજ કરવામાં આવ્યું છે. 11મીએ મામેરા વિધિથી શરૂ થશે ધાર્મિક મહોત્સવ અને 16મીએ અષાઢી બીજે છપ્પનભોગ અને સંત ભંડારો યોજાશે. રાજવી માંધાતાસિંહજી પહિન્દ વિધિ કરશે, 11થી 16 જુલાઈ દરમિયાન ધ્વજારોહણ અને નેત્રવિધિ સહિતના પાવન ધાર્મિક કાર્યક્રમો યોજાશે. 1008 મહામંડલેશ્વર મહંત ત્યાગી મનમોહનદાસજી મહારાજના સાંનિધ્યમાં યોજાનારા આ મહોત્સવનો પ્રારંભ 16મીએ સવારે 7-30 વાગ્યે મંદિરના પ્રાંગણમાંથી થશે. રાજકોટના રાજવી ઠાકોરસાહેબ માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાના શુભ હસ્તે રથ ખેંચીને પરંપરાગત પહિન્દ વિધિ સાથે નગરયાત્રાનો શુભારંભ કરાશે. આ પાવન પ્રસંગે સમગ્ર સાધુ સંત સમાજ સહિત કેન્દ્રીય નેતાઓ અને સ્થાનિક ધારાસભ્યો પણ વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે. આ વર્ષે યાત્રાના રૂટ પર ખાસ આયોજન કરાયું છે, જે અંતર્ગત બપોરે 1-00થી 2-00 કલાક સુધી ભગવાન જગન્નાથજી રણજીત વિલાસ પેલેસમાં વિશ્રામ કરશે. ત્યારબાદ નગરમાં ભ્રમણ કરીને સાંજે 7-00 કલાકે રથયાત્રા નીજ મંદિર પરત ફરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાનારી અષાઢીબીજની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટશે. ભગવાન જગન્નાજી નગરચર્યાએ નિકળશે ત્યારે તેમના દિવ્ય દર્શન કરવા માટે શહેરના મુખ્ય માર્ગો પર ભાવિકોની ભીડ જામશે. રથયાત્રા દરમિયાન ભાવિકોને પ્રસાદ અપાશે. 11 જુલાઈથી શરૂ થશે ઉત્સવની હારમાળા | મામેરા વિધિ, ધ્વજારોહણ, રથ પ્રતિષ્ઠા પૂજન, નેત્રવિધિ પૂજન થશે
    Click here to Read More
    Previous Article
    સુરખાબ કચ્છથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન આંટો મારી આવ્યા:ટ્રેક કરવામાં આવેલા તમામ ફ્લેમિંગો મોટેભાગે કચ્છ વિસ્તારની અંદર જ રહ્યા
    Next Article
    ભુજમાં ‘કલાવારસો’ સંસ્થા દ્વારા યોજાયો ‘હરખની હેલી’ કાર્યક્રમ:કચ્છના ખૂણે-ખૂણેથી આવેલા કલાકારોના સૂર-તાલથી વાતાવરણ સંગીતમય બન્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment