Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરખાબ કચ્છથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન આંટો મારી આવ્યા:ટ્રેક કરવામાં આવેલા તમામ ફ્લેમિંગો મોટેભાગે કચ્છ વિસ્તારની અંદર જ રહ્યા

    16 hours ago

    કચ્છ રાજ્યપક્ષી સુરખાબ એટલે કે ફ્લેમિંગો માટે સ્વર્ગ સમાન છે. કચ્છના મોટા રણમાં આવેલું ‘ફ્લેમિંગો સિટી’ એશિયામાં આ પક્ષીઓ માટેનું સૌથી મોટું પ્રજનન સ્થળ છે. સાયન્સ ડાયરેકટમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં કચ્છમાં વસતા ગ્રેટર અને લેસર ફ્લેમિંગોની હિલચાલ વિશે અનેક રસપ્રદ માહિતીઓ સામે આવી છે. કચ્છ ઇતિહાસમાં પ્રથમ વખત આ પક્ષીઓ પર આધુનિક GPS-GSM ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. સંશોધક હરીન્દ્ર બારૈયાએ જણાવ્યું હતું કે, આ સંશોધન પ્રોજેક્ટ મે 2019 થી ડિસેમ્બર 2023 સુધી ચાલ્યો હતો. આ વિસ્તૃત અભ્યાસ હેઠળ કુલ આઠ ફ્લેમિંગો પર સોલાર પાવરથી ચાલતા ટ્રાન્સમીટર લગાવવામાં આવ્યા હતા, જેમાં ચાર ગ્રેટર ફ્લેમિંગો અને ચાર લેસર ફ્લેમિંગોનો સમાવેશ થાય છે. કુલ 6.71 લાખ જીપીએસ લોકેશન આધારે આ સંશોધન કરાયું હતું. ટેગ કરાયેલ પક્ષીઓને રતનાલ, અંજાર, મીઠી, રોહર, મોઢવા, પદ્ધર, હંજ અને થોળ નામ અપાયા હતા. સામાન્ય રીતે આ કચ્છના ગામડા અને થોળ અભ્યારણના નામ પરથી આપવામાં આવ્યા હતા. વેકેશનમાં બે પાકિસ્તાન ફરવા ગયા : એક 14 કલાક રહ્યું, બીજું અફઘાનિસ્તાન ફરી આવ્યું ટ્રેક કરવામાં આવેલા તમામ ફ્લેમિંગો મોટેભાગે કચ્છ વિસ્તારની અંદર જ રહ્યા હતા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, આ એક સ્થાનિક પ્રજનન કરતી પક્ષીઓની વસ્તી છે. આમ છતાં, બે ગ્રેટર ફ્લેમિંગોએ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી હોવાની નોંધ પણ લેવાઈ છે. ‘ હંજ’ અને ‘પદ્ધર’ નામના આ બે પક્ષીઓ પાકિસ્તાનના મિયાનીહોર વિસ્તારમાં ગયા હતા. એપ્રિલથી જૂન વચ્ચે ત્યાં રહ્યા હતા. જો કે પદ્ધરને ત્યાં ફાવ્યું ન હતું અને તે 14 કલાકમાં જ કચ્છ આવી ગયું હતું. હંજ ત્યાંથી અફઘાનિસ્તાન ગયું અને 42 કલાકમાં પાછું પાકિસ્તાન આવી ગયું હતું. બાદમાં પ્રજનન ઋતુમાં હંજ કચ્છ પહોંચ્યું હતું. ‘રોહર’ પક્ષી સાડા દસ કલાકમાં કચ્છથી અજમેર આંટો મારી આવ્યું રોહર નામના એક લેસર ફ્લેમિંગો પક્ષીએ માત્ર સાડા દસ કલાકમાં 540 કિલોમીટરનું અંતર કાપીને રાજસ્થાનના અજમેર સુધીની સફર કરી હતી. આ ડેટા પક્ષીઓની અદભુત ઉડાન ક્ષમતા અને તેમના ભૌગોલિક વિસ્તરણને ઉજાગર કરે છે. રાજ્યપક્ષી સુરખાબના પ્રથમ વખત GPS ટ્રેકિંગમાં પ્રવાસ અને વરસાદની કડી ખુલી લેસર ફ્લેમિંગોને મીઠાના અગર ગમ્યા, ગ્રેટર ફ્લેમિંગોને મીઠું પાણી ગમ્યું ! લેસર ફ્લેમિંગો, આ પ્રજાતિએ મુખ્યત્વે ખારાશવાળા વિસ્તારો વધુ પસંદ કર્યા હતા. તેઓએ પોતાનો ૫૩.૩% સમય મીઠાના અગરોમાં અને ૩૦.૮% સમય કાદવવાળા દરિયાકાંઠાના પટમાં વિતાવ્યો હતો. જ્યારે કે, ગ્રેટર ફ્લેમિંગો, આ પ્રજાતિએ મીઠા પાણીના વિસ્તારો વધુ પસંદ કર્યા હતા. ઘર નહિ પણ બહાર, પ્રજનન ઋતુમાં સુરખાબ લાંબા પ્રવાસ ખેડે છે આ અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે, જેમ જેમ વરસાદનું પ્રમાણ વધે છે, તેમ ફ્લેમિંગો દ્વારા દરરોજ કાપવામાં આવતું અંતર પણ નોંધપાત્ર રીતે વધે છે. વૈજ્ઞાનિક રીતે બ્લ્યૂ ગ્રીન આલ્ગી અને પ્લેન્કટન જે મુખ્ય ખોરાક છે, તે વરસાદ વધુ હોતા ઘટે છે. તેથી એકાદ બે દિવસ માળા પાસે બેસી આ પક્ષીઓ રણ સરહદે અને નાના-મોટા રણના પ્રવાસ પણ કર્યા હતા. બંને પ્રજાતિઓમાં પ્રજનન બાદ પોતાના જૂના અને જાણીતા રહેઠાણ પર પાછા ફરવાની મજબૂત આદત જોવા મળી છે, જેને વિજ્ઞાનની ભાષામાં સાઈટ ફિડેલિટી કહેવામાં આવે છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દેહરાદૂન અને પર્યાવરણ મંત્રાલય દિલ્હીના સંશોધકો ગૌરવ શીરોલા, હરીન્દ્ર બારૈયા, અંજુ બારોઠ અને આર.સુરેશકુમારએ રસપ્રદ સંશોધન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    આત્મહત્યા:પતિ સાથે માથાકૂટ થતા ઘરેથી નીકળેલા વૃદ્ધાનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત
    Next Article
    રથયાત્રા:11મીએ મામેરા વિધિથી શરૂ થશે મહોત્સવ; 16મીએ અષાઢી બીજે છપ્પનભોગ અને સંત ભંડારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment