Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મહત્યા:પતિ સાથે માથાકૂટ થતા ઘરેથી નીકળેલા વૃદ્ધાનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત

    17 hours ago

    સવારે દીકરીના ઘરેથી નીકળેલા તામિલનાડુના પ્રૌઢાએ ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. જમાઈને જેલમાંથી છોડાવવા 8 દિવસ પહેલાં જ પ્રતિભાબેન પતિ પ્રવીણભાઈ સાથે રાજકોટ આવ્યા હતા. પતિ સાથે બોલાચાલી થયા બાદ પગલું ભર્યું હતું. પ્રતિભાબેન પ્રવીણભાઈ દાવડાએ સોમવારે સવારે પોણા નવ વાગ્યા આસપાસ ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટર પાસે આવેલ ફાટક નજીક ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. સ્થાનિકોએ 108માં જાણ કરતા વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સિવિલ હોસ્પિટલે લાવતા આ વૃદ્ધાને મૃત જાહેર કરાયા હતા. ગાંધીગ્રામ પોલીસની ટીમે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. દરમિયાન મૃતકના સગાને બનાવની જાણ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવારજનોના જણાવ્યા મુજબ, પ્રતિભાબેન પતિ સાથે તામિલનાડુ રહેતા હતા. મૂળ તેઓ પોરબંદરના વતની છે. પ્રવીણભાઈને તામિલનાડુમાં નારિયેળનો બિઝનેસ છે. આઠ દિવસ પહેલા રાજકોટ પોતાના દીકરીના ઘરે આવ્યા હતા. દીકરી રીમાબેન નાગેશ્વર વિસ્તારના શાંતિનગરમાં રહે છે. પ્રવીણભાઈની એક દીકરીના પતિ એટલે કે જમાઈ સાયબર ક્રાઈમના ગુનામાં જેલમાં છે. જેને છોડાવવા માટે વ્યવસ્થા કરવા બંને રાજકોટ આવ્યા હતા. જે બાબતે દંપતી વચ્ચે બોલાચાલી થઈ હતી. સવારે બોલાચાલી કરી પ્રતિભાબેન ઘરેથી નીકળી ગયા હતા. અગાઉ પણ આ રીતે નીકળી ગયા હોય પણ નજીકમાં આવેલા મંદિરેથી મળી આવ્યા હોય એટલે પરિવારને થયું કે મંદિરે જઈને બેસશે. થોડીવાર પછી પરિવારજનો મંદિરે જોવા જતા ત્યાં પ્રતિભાબેન ન હોય, આસપાસ તપાસ કરી હતી. જ્યારે અન્ય એક ઘટનામાં થોરાળા વિસ્તારમાં આવેલા રામનગર-5માં રહેતા ફ્રૂટના ધંધાર્થી યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. રામનગર-5માં રહેતા ફિરોઝભાઈ કાદરભાઈ દાતાણી(ઉ.વ.29)એ પોતાના ઘરે લોખંડની આડી સાથે ઓછાડ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં યુવકનું નીપજ્યું હતું. જાણ થતાં થોરાળા પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક કમિટીઓને બાજુ પર રાખવાના પ્રયાસ સામે સત્સંગ સમાજ એકજૂટ:કચ્છના સત્સંગ કેન્દ્રોની એકતા, પારદર્શિતા અને યથાસ્થિતિ જાળવવા માટે માંગ કરાઈ
    Next Article
    સુરખાબ કચ્છથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન આંટો મારી આવ્યા:ટ્રેક કરવામાં આવેલા તમામ ફ્લેમિંગો મોટેભાગે કચ્છ વિસ્તારની અંદર જ રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment