Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક કમિટીઓને બાજુ પર રાખવાના પ્રયાસ સામે સત્સંગ સમાજ એકજૂટ:કચ્છના સત્સંગ કેન્દ્રોની એકતા, પારદર્શિતા અને યથાસ્થિતિ જાળવવા માટે માંગ કરાઈ

    18 hours ago

    તાજેતરમાં આદિપુર અને ગાંધીધામ સત્સંગ હોલ ખાતે શ્રીજી સત્સંગ ટ્રસ્ટ દ્વારા નિર્મિત સત્સંગ હોલોના સ્થાનિક કમિટી સભ્યોની નિમણૂક કરાઇ હતી. સ્થાનિક કમિટીને કોઈપણ જાતની જાણ કર્યા વિના વહીવટ પર કબજો જમાવવાનો કથિત પ્રયાસ થયો હોવાની ગંભીર ફરિયાદો ઉઠી હતી. આ ઘટનાથી કચ્છના સમગ્ર સત્સંગ સમુદાયમાં ચિંતા અને વ્યથાની લાગણી ફેલાઇ છે. સ્થાનિક કમિટીઓ દ્વારા વર્ષોથી નિભાવવામાં આવેલી સેવા અને જવાબદારીને અવગણી, બળજબરીથી નિયંત્રણ મેળવવાનો કોઈપણ પ્રયાસ સત્સંગની પરંપરા અને શિસ્તને અનુરૂપ નથી તેવો સૂર ઉઠ્યો હતો. આ સંદર્ભે તાજેતરમાં અંજારમા કચ્છના બહોળા સત્સંગ સમુદાયની ઉપસ્થિતિમાં એક સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે લેવાયેલા નિર્ણય મુજબ ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે તે મુદ્દે આદિપુર અને ગાંધીધામ પોલીસ સ્ટેશનનો રૂબરૂ સંપર્ક કરી સત્ય હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા અને સત્સંગ કેન્દ્રો અને સમુદાયના હિતોના રક્ષણ માટે એક રક્ષણ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. કચ્છના સંયુક્ત સત્સંગ કેન્દ્રોનો આશય કોઈ વિવાદ ઊભો કરવાનો નથી, પરંતુ સત્સંગની પવિત્રતા, સ્થાનિક કમિટીઓના યોગ્ય હકો અને સમાજમાં શાંતિ-યથાસ્થિતિ જળવાઈ રહે, તે સુનિશ્ચિત કરવાનો છે. સાથે સ્થાનિક હરિભક્તો દ્વારા બંધાવાયેલા હોલના વહીવટનો ભોગવટો કે કબજો એકતરફી અને ગેરબંધારણીય રીતે ન મેળવી શકે અને હરિભક્તો નિયમિત સત્સંગ કરી શકે તથા ખોટી શંકા ન ફેલાવે તે અર્થે તમામ સંબંધિત પક્ષોને ધીરજ, સંવાદ અને કાયદેસર માર્ગ અપનાવવા અપીલ કરવામાં આવી હતી. આ બાબતે અગાઉ પણ શ્રીજી સત્સંગ ટ્રસ્ટના હોદેદારોને નિરાકરણ લાવવા તેમજ સ્પષ્ટતા આપવા લેખિત જાણ કરાઇ છે તેમજ રાજકોટ અને ભુજ ના ચેરીટી કમિશનર સમક્ષ પણ રજૂઆત કરાઇ હોતાં આ સમગ્ર વિવાદ સબ જ્યુડિસ છે તેમ અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, માધાપર અને ભુજના સ્થાનિક હરિભક્તો તરફથી સ્પષ્ટતા કરાઇ છે તેમ ભાવેશ ઠક્કરની યાદીમાં જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ની મોટી અસર:ધો.9 અને 11ના નાપાસ વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક, 15 દિવસમાં લેવાશે પુનઃ પરીક્ષા
    Next Article
    આત્મહત્યા:પતિ સાથે માથાકૂટ થતા ઘરેથી નીકળેલા વૃદ્ધાનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment