Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ની મોટી અસર:ધો.9 અને 11ના નાપાસ વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક, 15 દિવસમાં લેવાશે પુનઃ પરીક્ષા

    19 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગબઢતીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ ધોરણોમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષા (રિ-ટેસ્ટ)ની કોઈ જોગવાઈ નહોતી, પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અન્વયે વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક મળે તે હેતુથી બોર્ડની શૈક્ષણિક સમિતિએ શૈક્ષણિક વર્ષ 2023-24થી નવો નિયમ લાગુ કર્યો છે. આ સુધારા મુજબ, વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયાના 15 દિવસમાં જ શાળા કક્ષાએ પુનઃ પરીક્ષા લેવાની રહેશે અને તેના આધારે વર્ગબઢતી આપવામાં આવશે. ગુજરાત બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓ દ્વારા લાંબા સમયથી નાપાસ વિદ્યાર્થીઓ માટે રિ-ટેસ્ટ લેવાની રજૂઆતો થતી હતી. બોર્ડની શૈક્ષણિક સમિતિની બેઠકમાં અગાઉ વિદ્યાર્થીઓના હિતમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. નવા સુધારા મુજબ, વિદ્યાર્થી જે વિષયોમાં નાપાસ થયો હશે, તેની જ પરીક્ષા આગામી શૈક્ષણિક વર્ષની શરૂઆતના 15 દિવસમાં શાળાએ લેવાની રહેશે. વર્ગબઢતીના અન્ય નિયમો યથાવત્ રાખવામાં આવ્યા છે. દરેક સૈદ્ધાંતિક વિષયમાં પાસ થવા માટે કુલ 200 ગુણમાંથી 66 ગુણ (એટલે કે 100 માંથી 33 ટકા) મેળવવા ફરજિયાત છે. પ્રથમ અને દ્વિતીય પરીક્ષા 50-50 ગુણની અને વાર્ષિક પરીક્ષા 80 ગુણની રહેશે, જ્યારે 20 ગુણ આંતરિક મૂલ્યાંકનના રહેશે. જો કોઈ વિદ્યાર્થીને પાસ થવામાં ગુણ ખૂટતા હોય, તો આચાર્ય વધુમાં વધુ 15 ગુણની મર્યાદામાં ‘સિદ્ધિ ગુણ’ અને મહત્તમ 10 ગુણની મર્યાદામાં ‘કૃપા ગુણ’ આપી શકશે. શાળાઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત લેવાયેલા આ નિર્ણયનો અમલ કરવા આદેશ આપી દેવાયો છે. પ્રાથમિક શિક્ષણમાં તો બાળકોને આગળના વર્ગમાં મોકલવા માટે પાસ કરી દેવાય છે પરંતુ ધો.9 અને 11માં નાપાસ વિદ્યાર્થીઓની પુન: પરીક્ષા લઇને આગળના ધોરણમાં મોકલાશે. માંદગી કે ખાસ સંજોગોમાં હાજરીમાં છૂટછાટ, ઉત્તરવહીઓ વાલીઓને બતાવવી પડશે નિયમ મુજબ વિદ્યાર્થીઓની શાળામાં હાજરી 100% ફરજિયાત છે, પરંતુ માંદગી કે ખાસ સંજોગોમાં આચાર્ય 15 ટકા સુધીની, જિલ્લા શિક્ષણાધિકારી 15 થી 25 ટકા સુધીની અને બોર્ડના સચિવ 26 ટકા કે તેથી વધુની હાજરીની તૂટ મંજૂર કરી શકે છે. આ ઉપરાંત, પારદર્શિતા જાળવવા માટે તમામ પરીક્ષાર્થીઓની ઉત્તરવહીઓ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ફરજિયાત બતાવવાની રહેશે. તમામ શાળાઓને આ નિયમોનું ચુસ્ત પાલન કરવા સૂચના અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    છાત્રોને શહેરમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ મળશે:સમરસ હોસ્ટેલની 15,618 બેઠક માટે આજે મેરિટલિસ્ટ જાહેર થશે
    Next Article
    સ્થાનિક કમિટીઓને બાજુ પર રાખવાના પ્રયાસ સામે સત્સંગ સમાજ એકજૂટ:કચ્છના સત્સંગ કેન્દ્રોની એકતા, પારદર્શિતા અને યથાસ્થિતિ જાળવવા માટે માંગ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment