Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છાત્રોને શહેરમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ મળશે:સમરસ હોસ્ટેલની 15,618 બેઠક માટે આજે મેરિટલિસ્ટ જાહેર થશે

    20 hours ago

    ગુજરાત રાજ્યની સરકારી અને સમરસ છાત્રાલયોમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. તા.07 જુલાઇના રોજ સવારે 11:00 કલાકે ઓનલાઇન મેરિટ યાદી જાહેર કરાશે. આ સમગ્ર પ્રક્રિયા ડિજિટલ અને સંપૂર્ણ પારદર્શી માધ્યમથી સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે, જેથી રાજ્યભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘરે બેઠા જ આ એડમિશન પ્રક્રિયાના સીધા સાક્ષી બની શકશે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ.પ્રદ્યુમ્ન વાજા તેમજ રાજ્ય મંત્રી ડૉ.મનિષા વકીલની ગરિમામય ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. આ વર્ષે રાજ્યભરના કુલ 162 સરકારી અને સમરસ છાત્રાલયોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ હોસ્ટેલોમાં કુલ 15,618 વિદ્યાર્થીઓને તેમની લાયકાત અને મેરિટના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. અંતરિયાળ વિસ્તારના અને આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને શહેરોમાં આવીને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં ખૂબ જ મોટી આર્થિક અને સામાજિક મદદ મળી રહેશે. આ અગાઉ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક, વિકસતી જાતિ કલ્યાણ અને ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા સંચાલિત છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ મગાવવામાં આવી હતી. આ અરજીઓની ચકાસણી બાદ પ્રવેશ પ્રક્રિયાને આખરી ઓપ આપવા માટે ગાંધીનગર ખાતે એક વિશેષ ટેક્નિકલ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જ્યાંથી એક ક્લિક સાથે જ કમ્પ્યૂટરાઈઝડ મેરિટ લિસ્ટ સોશિયલ મીડિયા પર ઓપન કરાશે.
    Click here to Read More
    Previous Article
    આચાર્યો-શિક્ષકો ઉપર વધારાનું ભારણ, અગ્ર સચિવને રજૂઆત:અન્ય રાજ્યમાં ભણતા બાળકો સરકારી ચોપડે હજુ ડ્રોપઆઉટ!
    Next Article
    રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ની મોટી અસર:ધો.9 અને 11ના નાપાસ વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક, 15 દિવસમાં લેવાશે પુનઃ પરીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment