Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:ઝારખંડના ધનબાદથી ભાવનગર ટ્રેનમાં લવાયેલ રૂપિયા 8.48 લાખનો 16.977 કિલો ગાંજો જપ્ત

    13 hours ago

    ભાવનગર પરા રેલ્વે સ્ટેશન ખાતે શંકાસ્પદ હિલચાલના આધારે પોલીસે ટ્રેન મારફતે ઝારખંડના ધનબાદથી ભાવનગર લવાયેલો અંદાજે રૂ. 8.48 લાખ કિંમતનો 16.977 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો. બે બેગમાંથી કુલ 17 પેકેટમાં ભરેલો ગાંજો મળી આવતાં એફએસએલની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ધનબાદથી ગાંજો લાવી ભાવનગરમાં રહેતી એક મહિલાને પહોંચાડવાનો હોવાનો ખુલાસો કરતાં પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ પોલીસે ઝારખંડના ધનબાદ જિલ્લાના રહેવાસી વિનોદ રાજકુમાર કેસરી (ઉં.વ. 38)ની ધરપકડ કરી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 11ના છેડે રેલ્વે ફાટક પાસે બે બેગ સાથે શંકાસ્પદ હાલતમાં શખ્સ દેખાતા તેને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે પોતાની બેગમાં ગાંજો હોવાનું સ્વીકારી લીધું હતું. ત્યારબાદ પંચોની હાજરીમાં અને એફએસએલ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક બેગમાંથી સાત અને બીજી બેગમાંથી દસ એમ કુલ 17 પેકેટ મળી આવ્યા હતા. તમામ પેકેટોમાં રહેલા વનસ્પતિજન્ય પદાર્થનું એફએસએલ દ્વારા સ્થળ પર પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવતાં તે ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. તમામ પેકેટોમાંથી ગાંજાને એકત્ર કરી તેનું વજન કરતાં કુલ 16.977 કિલોગ્રામ ગાંજો હોવાનું નોંધાયું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 8.48 લાખ થાય છે. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે ધનબાદમાં રહેતા રાજુ નામના વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો મેળવી ટ્રેન મારફતે ભાવનગર આવ્યો હોવાનું અને અહીં રહેતી મંજુ નામની મહિલાને તે જથ્થો પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું. જોકે રાજુનું સંપૂર્ણ સરનામું કે અન્ય ઓળખ અંગે તે કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યો નહોતો. પોલીસે ગાંજાનો જથ્થો તેમજ અન્ય જરૂરી મુદ્દામાલ કબજે કરીને એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગાંજાનો જથ્થો કોના માટે મંગાવવામાં આવ્યો હતો, તેની પાછળ કોણ-કોણ સંડોવાયેલું છે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં ‘કલાવારસો’ સંસ્થા દ્વારા યોજાયો ‘હરખની હેલી’ કાર્યક્રમ:કચ્છના ખૂણે-ખૂણેથી આવેલા કલાકારોના સૂર-તાલથી વાતાવરણ સંગીતમય બન્યું
    Next Article
    US Concerned By China Nuclear Buildup After Missile Launch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment