Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી પરિપત્રો કાગળ પૂરતા !:ખાનગી શાળાઓની મનમાનીથી દફ્તરના ભાર નીચે કચડાતું છાત્રોનું બાળપણ

    1 day ago

    રાજ્ય સરકાર એક તરફ ભાર વિનાનું ભણતર અને બાળકોના સર્વાંગી વિકાસની વાત કરે છે, તો બીજી તરફ ખાનગી શાળાઓની મનમાનીને કારણે નાના બાળકો દરરોજ ભારે દફ્તરનો બોજ ઊંચકવા મજબૂર બન્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા અનેક વખત પરિપત્રો બહાર પાડવામાં આવ્યા હોવા છતાં મોટાભાગની ખાનગી શાળાઓમાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. તાજેતરમાં કચ્છ જિલ્લા પંચાયત દ્વારા પણ તમામ પ્રાથમિક શાળાઓને શિક્ષણ વિભાગના નિયમોનું કડક પાલન કરવા સૂચના અપાઈ છે, છતાં સ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી. સરકારી નિયમો મુજબ વિદ્યાર્થીના દફ્તરનું વજન તેના શરીરના કુલ વજનના 10 ટકા કરતાં વધુ ન હોવું જોઈએ. માત્ર રાજ્યના શૈક્ષણિક સત્તામંડળ દ્વારા માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તકોનો જ ઉપયોગ કરવાનો હોય છે. ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું હોમવર્ક આપી શકાય નહીં, જ્યારે ધોરણ 3થી 5 માટે અડધો કલાક અને ધોરણ 6થી 8 માટે વધુમાં વધુ એક કલાકનું જ હોમવર્ક આપી શકાય છે. ઉપરાંત શાળાઓએ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી જેથી પાણીની બોટલ લાવવી ન પડે અને શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન કે શારીરિક-માનસિક ત્રાસ ન આપવાનો પણ સ્પષ્ટ નિયમ છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ સરકારના દાવાથી એકદમ વિપરીત છે. અનેક ખાનગી શાળાઓમાં ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ, જેમની બેગનું વજન માત્ર 1.5 કિલો હોવું જોઈએ, તેઓ રોજ 5થી 7 કિલોની બેગ લઈને શાળાએ પહોંચે છે. પાઠ્યપુસ્તકો ઉપરાંત રેફરન્સ બુક, અસાઈનમેન્ટ બુક, અલગ-અલગ ક્લાસવર્ક અને હોમવર્ક નોટબુક ફરજિયાત કરાતાં દફ્તરનું વજન ત્રણ ગણું વધી જાય છે. બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર ઓર્થોપેડિક તબીબોના જણાવ્યા મુજબ, નાની ઉંમરે કરોડરજ્જુ વિકાસની અવસ્થામાં હોવાથી ભારે દફ્તરના કારણે પીઠનો દુખાવો, ખભામાં ખેંચાણ, સ્નાયુઓમાં તાણ, ગરદનની તકલીફ જેવી સમસ્યા ઊભી થઈ શકે છે. લાંબા સમય સુધી ભારે વજન ઊંચકવાથી બાળકોના શારીરિક વિકાસ પર પણ નકારાત્મક અસર પડે છે. વાલીઓમાં આક્રોશ, છતાં મૌન વાલીઓનું કહેવું છે કે લાખો રૂપિયાની ફી ચૂકવવા છતાં બિનજરૂરી પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે. કેટલાક વાલીઓનો આક્ષેપ છે કે જો તેઓ આ મુદ્દે અવાજ ઉઠાવે તો બાળકને ટાર્ગેટ કરવામાં આવે છે અથવા આંતરિક મૂલ્યાંકનમાં નુકસાન થવાની ભીતિ બતાવવામાં આવે છે. સ્કૂલ વાનના ચાલકો પણ સ્વીકારે છે કે ભારે દફ્તરને કારણે નાના બાળકોને વાનમાં ચડવામાં પણ મુશ્કેલી પડે છે. શિક્ષણ વિભાગના આકસ્મિક ચેકિંગની જરૂરિયાત સરકાર દર વર્ષે પરિપત્રો જાહેર કરે છે, પરંતુ તેનો અમલ કરાવવા માટે જરૂરી દેખરેખનો અભાવ સ્પષ્ટ દેખાય છે. નિયમોનો ભંગ કરતી શાળાઓ સામે કડક કાર્યવાહી, નિયમિત તપાસ અને દંડાત્મક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી ભાર વિનાનું ભણતર માત્ર સૂત્ર બની રહેશે. બાળકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આ ચેડાં અટકાવવા શિક્ષણ વિભાગે કાગળ પર નહીં, પરંતુ મેદાનમાં ઉતરીને કાર્યવાહી કરવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    ચોંકાવનારો ખુલાસો:રાવકી ગામે યુવાનની હત્યા ખરાબાની જમીન ખાલી કરાવવાનો ખાર રાખી કરાઇ હતી: કાકા-મામાની ધરપકડ
    Next Article
    CDHO હવે 20 દિવસની રજા પર ઉતરી ગયા, અરજદારો પરેશાન:રાજકોટ જિલ્લામાં એક માસમાં જન્મની 706માંથી 4 અને મરણની 1200માંથી ‘0’ અરજીને મંજૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment