Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોંકાવનારો ખુલાસો:રાવકી ગામે યુવાનની હત્યા ખરાબાની જમીન ખાલી કરાવવાનો ખાર રાખી કરાઇ હતી: કાકા-મામાની ધરપકડ

    एक दिन पहले

    લોધિકા તાલુકાના રાવકી ગામે ભરત વાલજીભાઇ ડાંગર નામના યુવાનની હત્યા ખરાબાની જમીન ખાલી કરાવવાના મુદ્દે થયાની ચોંકાવનારી હકીકત પોલીસ તપાસમાં ખૂલવા પામી છે. પોલીસે ભરત ડાંગરની હત્યા નિપજાવી નાસી છૂટેલા કૌટુંબિક કાકા અને મામાને ગણતરીની કલાકોમાં જ કાર સાથે ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપીઓ કૌટુંબિક કાકા વિજય ઉર્ફે જીગો રમેશ ડાંગર (ઉં.વ. 26, ધંધો-મજૂરી, રહે. આંબેડકરનગર, રાજકોટ, મૂળ રહે. રાવકી ગામ, લોધિકા) અને કૌટુંબિક મામા જિજ્ઞેશ ઉર્ફે કટ્ટી કેશુ બગડા (ઉં.વ.33, ધંધો-વેપાર, રહે. રાવકી ગામ, તા. લોધિકા) હત્યાના કારણ અંગે ચોંકાવનારી કબૂલાત કરી છે. આરોપી વિજયના પિતા સરકારી ખરાબાની જગ્યામાં વાવેતર કરતા હતા. આ જગ્યા મરણજનાર ભરતભાઇએ એક અઠવાડિયા પૂર્વે જ ખાલી કરાવી હતી. આ બાબતનો ખાર રાખીને આરોપી વિજય ઉર્ફે જીગો રમેશભાઇ ડાંગર તથા જિજ્ઞેશ ઉર્ફે કટ્ટી કેશુભાઇ બગડાએ પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ ભરતભાઇને લાકડી અને અન્ય હથિયારો વડે શરીરે મરણતોલ માર મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ અંગે મૃતકના બહેન રેખાબેન બગડાએ લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ ઇન્દ્રજીતસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ હત્યા કર્યા બાદ ભરતભાઇની એસેન્ટ કાર નં.જીજે-5-સીકયુ-0483 લઇને નાસી છૂટયા હતા.રૂરલ એલસીબી અને લોધિકા પોલીસે ઊંડી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં માખાવડ ચોકડી પાસેથી આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે હત્યામાં વપરાયેલી લાકડી સહિતના હથિયારો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અખર સેન્ટરથી 800 કિશોરીએ બોર્ડ પરીક્ષા આપી, 500થી વધુ સફળ:ડ્રોપઆઉટ દીકરીઓને શિક્ષણમાં જોડવા કચ્છ મહિલા વિકાસ સંગઠન સક્રિય
    Next Article
    સરકારી પરિપત્રો કાગળ પૂરતા !:ખાનગી શાળાઓની મનમાનીથી દફ્તરના ભાર નીચે કચડાતું છાત્રોનું બાળપણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment