Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકો હાલાકી ભોગવ્યા બાદ તંત્રને યુદ્ધના ધોરણે સમારકામ:ખોડતળાવ–બેડકુવાદુર રોડ પર ગર નાળું ધોવાતા પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

    1 day ago

    વ્યારા તાલુકાના ખોડતળાવ બજાર ફળિયાથી બેડકુવાદુરને જોડતા મુખ્ય માર્ગ પર નાળું વરસાદી પાણીના પ્રથમ જ જોરદાર પ્રવાહમાં ધોવાઈ જતાં માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયો હતો. પરિણામે ગ્રામજનો, વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી. આ ઘટનાની જાણ થયા બાદ વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ (પંચાયત) હરકતમાં આવ્યું હતું. જેસીબી મશીનની મદદથી ધોવાઈ ગયેલા નાળા પર પથ્થર અને જી.એસ.બી. મટિરિયલનો ભરાવો કરીને રસ્તો તાત્કાલિક સમતળ કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર ફરી શરૂ થઈ શક્યો હતો. જોકે, સ્થાનિકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે જો વરસાદ પહેલાં રસ્તા અને નાળાની ગુણવત્તાની યોગ્ય તપાસ તેમજ જાળવણી કરવામાં આવી હોત તો આવી પરિસ્થિતિ સર્જાત જ નહીં. વરસાદ શરૂ થતાં જ રસ્તા અને નાળાં ધોવાઈ જવાની ઘટનાઓ વિકાસ કાર્યોની ગુણવત્તા અને દેખરેખ સામે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે. લોકોનું કહેવું છે કે તંત્ર દર વર્ષે નુકસાન થયા પછી જ "યુદ્ધના ધોરણે" કામગીરી કરે છે, જ્યારે આગોતરા આયોજન અને ગુણવત્તાયુક્ત કામગીરી કરે તો આવી સ્થિતિ ટાળી શકાય. ગુણવતાનું કામ થાય તો મુશ્કેલીનો અંત આવે‎ ખોડતળાવના એક વાહનચાલકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "દર વર્ષે વરસાદ આવે એટલે રસ્તા અને નાળાં ધોવાઈ જાય છે. પછી તંત્ર "યુદ્ધના ધોરણે" કામ કરે છે, પરંતુ વરસાદ પહેલાં જ યોગ્ય ગુણવત્તાનું કામ કરવામાં આવે તો અમારે મુશ્કેલી ભોગવવાનો વારો ન આવે. કલાકો સુધી રસ્તો બંધ રહેતાં લોકોને લાંબો ચક્કર મારીને જવું પડે છે. આવી પરિસ્થિતિ માટે જવાબદારો સામે કાર્યવાહી પણ થવી જોઈએ."
    Click here to Read More
    Previous Article
    ચાલુ વરસાદે સરાહનીય કામગીરી‎:ગટર જામ થવાની ફરિયાદ મળતાં જ જેટિંગ મશીન દ્વારા લાઇન સાફ કરી પાણીનો નિકાલ કરાયો
    Next Article
    કણજા રેતીકાંડમાં 7 વ્યક્તિને ₹12.76 લાખથી વધુનો દંડ:હિટાચી મશીન અને યાંત્રિક‎ નાવડી વડે ખનન થતું હતું‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment