Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાલુ વરસાદે સરાહનીય કામગીરી‎:ગટર જામ થવાની ફરિયાદ મળતાં જ જેટિંગ મશીન દ્વારા લાઇન સાફ કરી પાણીનો નિકાલ કરાયો

    1 day ago

    પોરબંદર શહેરમાં ચોમાસાના પ્રારંભે જ સતત વરસી રહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની અને ગટર જામ થવાની સમસ્યાઓ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં પોરબંદર મહાનગરપાલિકાનો સેનિટેશન વિભાગ ખડેપગે રહીને પ્રાપ્ત થતી ફરિયાદોનું યુદ્ધના ધોરણે નિવારણ લાવી વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી કરી રહ્યો છે. શહેરના અલગ-અલગ વોર્ડ સુપરવાઇઝરોને ભૂગર્ભ ગટર જામ થવાની ફરિયાદો મળતા જ સેનિટેશન વિભાગની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. ચાલુ વરસાદે જે તે સ્થળ પર આધુનિક જેટિંગ મશીન મોકલીને ઇમરજન્સી ધોરણે હાઈ-પ્રેશર વોટર જેટિંગ પદ્ધતિથી ગટરમાં જમા થયેલો કચરો અને અન્ય અવરોધો દૂર કરાયા હતા. મહાનગરપાલિકાની ટીમ પરિસ્થિતિ પર સતત નજર રાખીને નાગરિકોને ત્વરિત રાહત આપવા ચોવીસ કલાક ફરજ બજાવી રહી છે. હાઈ-પ્રેશર જેટિંગ મશીનનો ઉપયોગ વોર્ડ સ્તરેથી ગટર ચોકઅપ થવાની માહિતી મળતા જ સેનિટેશન ટીમ દ્વારા જેટિંગ મશીન મારફતે ઉચ્ચ દબાણથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ ટેકનોલોજીની મદદથી ગંભીર રીતે જામ થયેલી ગટર લાઈનો તાત્કાલિક ખુલ્લી થતાં ગંદા પાણીનો નિકાલ સુચારુ રીતે શરૂ થઈ શક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    40 ચોરની ટોળકીએ 275 કિલો કેબલના ટુકડા વેપારીને વેચ્યા:દાંડિયા બજારમાં કેબલોની ચોરી કરનાર ટોળકી આંધ્રપ્રદેશની,ખરીદદાર સ્ક્રેપનો વેપારી ઝડપાયો
    Next Article
    લોકો હાલાકી ભોગવ્યા બાદ તંત્રને યુદ્ધના ધોરણે સમારકામ:ખોડતળાવ–બેડકુવાદુર રોડ પર ગર નાળું ધોવાતા પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment