Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    40 ચોરની ટોળકીએ 275 કિલો કેબલના ટુકડા વેપારીને વેચ્યા:દાંડિયા બજારમાં કેબલોની ચોરી કરનાર ટોળકી આંધ્રપ્રદેશની,ખરીદદાર સ્ક્રેપનો વેપારી ઝડપાયો

    1 day ago

    દાંડિયા બજાર ખાતે રાતના સમયે પેવર બ્લોક કાઢીને ખોદકામ કરીને બીએસએનએલના કોપરના કેબલની ચોરી કરવાના કેસમાં ક્રાઈમ બ્રાંચે ચોરીના કેબલ ખરીદનાર રણોલીના સ્ક્રેપના વેપારીને ઝડપી લીધો છે. જ્યારે વેપારીની પૂછપરછ કરવામાં આવતાં, આરોપીઓની આંધ્રપ્રદેશની ગેંગમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચના જણાવ્યા અનુસાર, બીએસએનએલના કોપર કેબલ વાયરોની ચોરી અંગે સીસીટીવીના માધ્યમથી તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે 40 ચોર ટોળકી અને મુદ્દામાલ અંગે તપાસ કરતા માહિતી મળી હતી કે, કેબલ ચોરી કરનારી ગેંગે રણોલી જીઆઈડીસીમાં સ્ક્રેપનો વેપાર કરતા સોનુ ગુપ્તાને માલ વેચ્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે સ્ક્રેપના વેપારી સોનુ બ્રીજરાજ ગુપ્તા (રહે- ભગવતી સોસાયટી, રણોલી)ની ધરપકડ કરી હતી. સ્ક્રેપના વેપારીની પૂછપરછ કરતા તેને પણ કબુલ્યું હતું કે, ચોર ટોળકી આંધ્રપ્રદેશની હતી. તેઓ આંધ્રપ્રદેશ પાસીંગની સફેદ કલરની બોલેરો પીકઅપ લઈને આવ્યા હતાં. વેપારીએ વધુમાં જણાવ્યું કે, પીકઅપના ડ્રાઈવરે કહ્યું હતું કે, તેમનું અમદાવાદ અને રાજકોટમાં કેબલોનું કામ ચાલતું હોવાથી ખોદકામ દરમિયાન ટેલીફોનના કેબલોના ટુકડા મળતા તેને વેચવા આવ્યા છે. ચોરોએ વેપારીને 22 જૂનના રોજ 117 કિલો તેમજ 24 જૂનના રોજ 158 કિલો કેબલના ટુકડા આપ્યા હતાં. જ્યારે પેમેન્ટ પેટે યુપીઆઈથી તેમજ રોકડેથી ચુકવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, મુદ્દામાલ વેચવા આવેલા આરોપીઓ પૈકી માત્ર એક જ વ્યક્તિ હિન્દી ભાષા જાણતો હતો. તેથી તે જ વ્યક્તિ વેપારી સાથે વાત કરતો હતો. ચોરીના કેબલોને ઓગાળી નાખી ચોસલાં બનાવી દીધાં વેપારીએ પોલીસને જણાવ્યું હતું કે તેને ચોરીના કોપર કેબલો લીધા બાદ તેને ઓગાળી નાખી 6 ચોસલાં બનાવી દીધાં હતાં. પોલીસે આરોપી પાસે કુલ રૂા. 1.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વેપારી વિરુદ્ધ 5 પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે વેપારી સોનું ગુપ્તા વિરૂદ્ધ છાણી, નંદેસરી, મંજુસર, ગોરવા અને જવાહરનગર પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે. જ્યારે આરોપી 4 ગુનામાં ઝડપાયેલો છે.
    Click here to Read More
    Previous Article
    ગત વર્ષ કરતાં મેરિટમાં 18.49 ટકા વધારો:45 એન્જિનિયરિંગ કોલેજની તમામ બેઠકો ભરાઈ ગઈ, ગયા વર્ષે આવી 30 કોલેજ હતી
    Next Article
    ચાલુ વરસાદે સરાહનીય કામગીરી‎:ગટર જામ થવાની ફરિયાદ મળતાં જ જેટિંગ મશીન દ્વારા લાઇન સાફ કરી પાણીનો નિકાલ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment