Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગત વર્ષ કરતાં મેરિટમાં 18.49 ટકા વધારો:45 એન્જિનિયરિંગ કોલેજની તમામ બેઠકો ભરાઈ ગઈ, ગયા વર્ષે આવી 30 કોલેજ હતી

    एक दिन पहले

    એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27ની ડિગ્રી ઇજનેરી પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ જાહેર કરાયું છે. ચાલુ વર્ષના આંકડાઓનું વિશ્લેષણ કરતાં રાજ્યની ઇજનેરી કોલેજોમાં પ્રવેશની સ્થિતિ અને વિદ્યાર્થીઓની પસંદગી અંગેના મહત્વના સમીકરણો સામે આવ્યા છે. રાજ્યની કુલ 141 ડિગ્રી ઇજનેરી કોલેજોની 61,316 બેઠકો પ્રવેશ માટે ઉપલબ્ધ હતી. તેની સામે 45,503 વિદ્યાર્થીઓનો મેરિટ યાદીમાં સમાવેશ થયો હતો. મેરિટમાં સ્થાન મેળવનારા 41,688એ ઓનલાઇન ચોઇસ ફિલિંગ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. વર્ષ 2025 અને વર્ષ 2026ની સરખામણી કરતાં થયેલો વધારો-ઘટાડો કુલ કોલેજો: 139થી 141, વધારો 2 (1.44%). બેઠકો: 59,229થી 61,316, વધારો 2,087 (3.52%). મેરિટમાં સામેલ વિદ્યાર્થીઓ: 38,403થી 45,503, વધારો 7,100 (18.49%). ચોઇસ ફિલિંગ: 34,772થી 41,688, વધારો 6,916 (19.89%). લોક ચોઇસ: 9,35,365થી 12,54,698, વધારો (34.14%). પ્રથમ એલોટમેન્ટ: 34,772થી 33,993, ઘટાડો 779 (2.24%). ખાલી બેઠકો: 24,457થી 27,323, વધારો 2,866.100% ભરાયેલી કોલેજો: 30થી 45 થઈ ખાલી બેઠકો ધરાવતી કોલેજો: 109થી 96. (13 કોલેજ ઘટી) પ્રથમ રાઉન્ડના અંતે 68% એટલે કે 96 ખાનગી કોલેજમાં બેઠક ખાલી સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોની તમામ 9,907 બેઠકો પર 100% પ્રવેશની સામે ખાનગીની 51,409 બેઠકોમાંથી મોટા પાયે સીટો ખાલી છે. 45 સરકારી અને ટોપ કોલેજો સંપૂર્ણ ભરાઈ છે, જ્યારે 96 ખાનગી કોલેજો (68%)માં બેઠકો ખાલી છે. સિવિલ,મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ જેવી કોર બ્રાન્ચનું કટ ઓફ ઘણું ઊંચું ગયું આ વર્ષે સિવિલ,મીકેનિકલ, ઈલેક. જેવી કોર બ્રાન્ચનું કટ ઓફ ગત વર્ષની તુલનાએ ઉચું ગયુ છે. આ બ્રાન્ચો ઉજ્જવળ કારકિર્દી આપતી હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.> નીલય ભૂપતાણી, મેમ્બર સેક્રેટરી, એસીપીસી
    Click here to Read More
    Previous Article
    પિતાના વ્યસનને કારણે દીકરીનું ભણતર છૂટ્યું, માતાએ અભયમની મદદ લીધી:કોરોનામાં નોકરી છૂટી ગઈ હોવાને કારણે ઘરની આર્થિક પરિસ્થિતિ બગડી
    Next Article
    40 ચોરની ટોળકીએ 275 કિલો કેબલના ટુકડા વેપારીને વેચ્યા:દાંડિયા બજારમાં કેબલોની ચોરી કરનાર ટોળકી આંધ્રપ્રદેશની,ખરીદદાર સ્ક્રેપનો વેપારી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment