Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતાના વ્યસનને કારણે દીકરીનું ભણતર છૂટ્યું, માતાએ અભયમની મદદ લીધી:કોરોનામાં નોકરી છૂટી ગઈ હોવાને કારણે ઘરની આર્થિક પરિસ્થિતિ બગડી

    1 day ago

    માંજલપુર વિસ્તારમાં રહેતી એક સગીરાનું ભણતર તેના પિતાના વ્યસનને કારણે છૂટી ગયું હતું. કોરોનાકાળ દરમિયાન પિતા બેકાર બન્યા હતા અને કોઈ કામ-ધંધો ન કરતા હોવાથી પરિવાર પર આર્થિક દેવું વધી ગયું હતું. આ પરિસ્થિતિથી કંટાળીને સગીરાની માતાએ અભયમ મદદ લીધી હતી. અભયમની ટીમે કરેલા કાઉન્સેલિંગ બાદ સગીરાના પિતાએ ખાતરી આપી હતી કે, તેઓ વ્યસન છોડી દેશે અને દીકરીની શાળાની બાકી ફી પણ ભરી દેશે, જેથી દીકરી ફરીથી ભણવાનું શરૂ કરી શકે. માંજલપુરમાં રહેતી પરિણિતાએ અભયમને કૉલ કરીને જણાવ્યું હતું કે, ‘મારા લગ્નને 17 વર્ષ થઈ ગયા છે અમારે એક 15 વર્ષની દીકરી છે. મારા પતિ પહેલા જીઆઈડીસીમાં નોકરી કરતા હતા પણ કોરોનામાં તેમની નોકરી છૂટી ગઈ છે. જેના કારણે ઘરમાં આર્થિક કટોકટી ઊભી થઈ હતી. મારા પિયર પક્ષે આર્થિક મદદ કરીને દેવું ચૂકવી દીધું હતું. જોકે નોકરી છૂટી જતા મારા પતિ વ્યસનના રવાડે ચડી ગયા હતા. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘મારા પતિ દરરોજ નશો કરીને ઘરે આવે છે અને દીકરીને અપશબ્દો બોલે છે. દીકરી હાલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. પરંતુ 1 વર્ષની ફી બાકી હોવાના કારણે તે શાળાએ જઈ શકતી નથી. જેના કારણે તેનું ભણવાનું પણ બગડી રહ્યું છે. અમે તેમને કંઈ કહીએ તો અમને ધમકી આપે છે.’ મહિલાની વ્યથા સાંભળતા જ અભયમની ટીમ મહિલાના ઘરે પહોંચી હતી, જ્યા તેના પતિ પણ હાજર હતા. ટીમ દ્વારા પતિનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેમને સમજાવવામાં આવ્યું કે વ્યસન કરવાથી તકલીફો ઓછી નહીં થાય, તેના બદલે નવી નોકરી શોધવી પડશે, જેથી દીકરીની શાળાની ફી ભરી શકાય. અભયમના કાઉન્સેલિંગ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી ફી ભરી શકાઈ નહોતી, પરંતુ હું જલ્દી ફી ભરવા માંગુ છું અને હવે પછી પત્ની કે દીકરી ને ત્રાસ આપીશ નહીં.
    Click here to Read More
    Previous Article
    આજે સમરસ હોસ્ટેલનું મેરિટ જાહેર થશે:રાજ્યમાં સમરસ છાત્રાલયોની 15618 બેઠક પર પ્રવેશ અપાશે
    Next Article
    ગત વર્ષ કરતાં મેરિટમાં 18.49 ટકા વધારો:45 એન્જિનિયરિંગ કોલેજની તમામ બેઠકો ભરાઈ ગઈ, ગયા વર્ષે આવી 30 કોલેજ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment