Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે સમરસ હોસ્ટેલનું મેરિટ જાહેર થશે:રાજ્યમાં સમરસ છાત્રાલયોની 15618 બેઠક પર પ્રવેશ અપાશે

    1 day ago

    ગુજરાત રાજ્યની સરકારી અને સમરસ છાત્રાલયોમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. આજ રોજ સવારે 11:00 કલાકે ઓનલાઇન મેરિટ યાદી જાહેર કરાશે. આ સમગ્ર પ્રક્રિયા ડિજિટલ અને સંપૂર્ણ પારદર્શી માધ્યમથી સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારિત કરાશે, જેથી રાજ્યભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘરે બેઠા જ આ એડમિશન પ્રક્રિયાના સીધા સાક્ષી બની શકશે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય મંત્રી ડૉ. મનિષા વકીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. આ વર્ષે રાજ્યભરના કુલ 162 સરકારી અને સમરસ છાત્રાલયોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ હોસ્ટેલોમાં કુલ 15,618 વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ ફાળવાશે. જેથી અંતરિયાળ વિસ્તારના અને આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને શહેરોમાં આવીને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મોટી આર્થિક અને સામાજિક મદદ મળશે. અગાઉ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક, વિકસતી જાતિ કલ્યાણ અને ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા સંચાલિત છાત્રાલયોમાં પ્રવેશ માટે ઓનલાઇન અરજીઓ મંગાવાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ઉમેદવારો 31 જુલાઈ સુધી અરજી કરી શકશે:ઈસરોમાં 28 ટેક્નિકલ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરાઈ
    Next Article
    પિતાના વ્યસનને કારણે દીકરીનું ભણતર છૂટ્યું, માતાએ અભયમની મદદ લીધી:કોરોનામાં નોકરી છૂટી ગઈ હોવાને કારણે ઘરની આર્થિક પરિસ્થિતિ બગડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment