Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કણજા રેતીકાંડમાં 7 વ્યક્તિને ₹12.76 લાખથી વધુનો દંડ:હિટાચી મશીન અને યાંત્રિક‎ નાવડી વડે ખનન થતું હતું‎

    2 days ago

    વ્યારા તાલુકાના કણજા ગામમાં તાજેટરમાં જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીની ટીમે ગેરકાયદે રેતી ખનન સામે ત્રાટકી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન વાહનો, યાંત્રિક નાવડીઓ અને હિટાચી મશીન સહિતના સાધનો ઝડપાયા હતા. સમગ્ર પ્રકરણમાં ભૂસ્તર વિભાગે વિગતવાર તપાસ પૂર્ણ કર્યા બાદ સંડોવાયેલા 7 વ્યક્તિઓ સામે કુલ ₹12,76,782નો દંડ ફટકાર્યો છે. વ્યારા ના કણજા ખાતે ભૂસ્તર વિભાગની તપાસમાં ગેરકાયદે ખનન અને ખનિજ પરિવહન સંબંધિત નિયમોના ભંગની પુષ્ટિ થતાં વિવિધ આરોપીઓને અલગ-અલગ રકમનો દંડ તેમજ પર્યાવરણીય વળતર (ECF) વસૂલવાનો આદેશ આપવામાં આવ્યો છે. સૌથી વધુ ₹3.64 લાખનો દંડ હેનીલ ગોવિંદ આહીરને ફટકારવામાં આવ્યો છે, જ્યારે ચૌધરી પંકજભાઈ માસાભાઈને 4 યાંત્રિક નાવડી અને 1 હિટાચી મશીનના ઉપયોગ બદલ ₹3.54 લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો છે.આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ભૂસ્તર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કુદરતી સંપત્તિની લૂંટ ચલાવનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને ખનિજ ચોરી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. કોને કેટલો દંડ ફટકારાયો‎
    Click here to Read More
    Previous Article
    લોકો હાલાકી ભોગવ્યા બાદ તંત્રને યુદ્ધના ધોરણે સમારકામ:ખોડતળાવ–બેડકુવાદુર રોડ પર ગર નાળું ધોવાતા પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
    Next Article
    જિલ્લા શિક્ષણ વિભાગની પ્રાથમિક-માધ્યમિક શાળાના આચાર્યોને નોટિસ:શિષ્યવૃત્તિની કામગીરીમાં જિલ્લાનો બી-ગ્રેડ, 1.50 લાખથી વધુ પછાત વર્ગના વિદ્યાર્થી સહાયથી વંચિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment