Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોતીતળાવમાં યુવક પર ચાર શખસનો હિચકારો હુમલો:અમે ઘણા તાળા તોડયા છે તેમ કહી યુવકને પથ્થર અને ઢીંકાપાટુનો માર માર્યો, ચારેય સામે ગુન્હો દાખલ

    13 hours ago

    ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક ચોંકાવનારો અને વિચિત્ર કહી શકાય એવો હુમલાનો બનાવ સામે આવ્યો છે. પોતાના કારીગરો માટે રૂમનું તાળું તોડી રહેલા એક પરપ્રાંતિય યુવકને "લાવ તાળું તોડી દઈએ, અમે ઘણાં તાળા તોડ્યા છે" તેમ કહી ચાર શખ્સોએ માથાકૂટ કરી હતી. યુવકે આનાકાની કરતાં ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ તેના પર પથ્થર અને ઢીકાપાટુ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઘટના અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કારીગરો માટે રૂમ ખોલતી વખતે થઈ માથાકૂટ આ બનાવની વિગતો અનુસાર ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોતીતળાવ શેરી નંબર-3માં રહેતા વિકાસભાઈ લાલબહાદુર ગુપ્તાએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિકાસભાઈએ પોતાના ઘરની બાજુમાં આવેલી રૂમો કારીગરોને રહેવા માટે આપી છે. અગાઉના કારીગરો રૂમને તાળું મારીને વતન ગયા હતા અને હવે નવા કારીગરો આવવાના હોવાથી વિકાસભાઈ પોતે તે રૂમનું તાળું તોડીને વ્યવસ્થા કરી રહ્યા હતા. "તમારે શું લેવા-દેવા" કહેતા જ શખ્સોએ હુમલો કર્યો વિકાસભાઈ જ્યારે તાળું તોડી રહ્યા હતા, ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા મોતીતળાવ વિસ્તારના જ ચાર શખ્સો તેમની પાસે આવ્યા હતા. આ શખ્સોએ કટાક્ષ કે રોફ જમાવતા કહ્યું કે, "લાવ, અમે તાળું તોડી દઈએ, અમે આવા ઘણાં તાળા તોડ્યા છે." આ સાંભળી વિકાસભાઈએ વળતો જવાબ આપ્યો કે, "આ અમારી રૂમ છે, તમારે આમાં શું લેવા-દેવા? મને મારું કામ કરવા દો." આટલું કહેતા જ ચારેય શખ્સો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરીને વિકાસભાઈ પર તૂટી પડ્યા હતા. પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય હુમલાખોરોએ આસપાસમાંથી પથ્થરો ઉપાડી વિકાસભાઈ પર ફેંક્યા હતા અને ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવકને છોડીને ભાગતી વખતે નરાધમોએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત વિકાસભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બોરતળાવ પોલીસે ચાર સામે નામજોગ ગુનો નોંધ્યો વિકાસભાઈ ગુપ્તાની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે હુમલો કરનાર નીચે મુજબના ચાર સ્થાનિક શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતા આ શખ્સો સામે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાત્રે 10 વાગ્યા સુધીમાં 23 જિલ્લામાં રેડ એલર્ટ:સુરતના કામરેજમાં 6 ઈંચ વરસાદ, વીજકરંટ લાગતા 2 યુવકોના મોત; મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે 16 ટ્રેન રદ, 15 શોર્ટ ટર્મિનેટ
    Next Article
    જામનગરમાં 21.95 લાખના ડ્રગ્સ સાથે એક ઝડપાયો:SOGએ 19 ગ્રામ કોકેન, 123 ગ્રામ MDMA પાવડર જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment