Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાત્રે 10 વાગ્યા સુધીમાં 23 જિલ્લામાં રેડ એલર્ટ:સુરતના કામરેજમાં 6 ઈંચ વરસાદ, વીજકરંટ લાગતા 2 યુવકોના મોત; મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે 16 ટ્રેન રદ, 15 શોર્ટ ટર્મિનેટ

    1 day ago

    ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ, સુરત અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતમાં બપોરે 4 વાગ્યા બાદ પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં સોસાયટી અને દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. સાંજના સમયે ઓફિસથી પરત થવાના સમયે જ ધોધમાર વરસાદ વરસતા કર્મચારીઓને પણ ઘરે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. રાંદેર વિસ્તારમાં વીજકરંટ લાગતા બે યુવકોના મોત નિપજ્યા છે. હવામાન વિભાગ દ્વારા સાંજે 7 થી 10 વાગ્યા દરમિયાન 3 કલાકમાં 23 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. ગુજરાતમાં આજે સવારે 6 થી સાંજે 8 વાગ્યા સુધીમાં 127 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં 6 ઈંચ સુરત શહેરમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. મહારાષ્ટ્રના પાલઘર નજીક ટ્રેક પર પાણી ભરાતા મુંબઈ રેલ વ્યવહારને અસર પહોંચી છે. 16 ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવી છે. જ્યારે 15 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ત્રણ જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘રેડ એલર્ટ’ જાહેર કરાયું છે. તો આઠ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ અને સાત જિલ્લામાં ભારે વરસાદનું ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. સુરતમાં ધોધમાર વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા સુરતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડેલા માત્ર એક કલાકના ધોધમાર વરસાદે સમગ્ર શહેરને ધમરોળી નાખ્યું છે, જેના કારણે અઠવાલાઇન્સ, કતારગામ, વરાછા અને અડાજણ સહિતના અનેક વિસ્તારો જળબંબોળ બની ગયા છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદથી રેલવે સેવાને અસર; સુરત- વલસાડ અને વાપી સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક શરૂ મુંબઈમાં વરસેલા અનરાધાર વરસાદ અને ટ્રેક ધોવાઈ જવાના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે, જેના લીધે હજારો મુસાફરો અટવાયા છે. મુસાફરોની સુવિધા માટે સુરત, વલસાડ અને વાપી જેવા સ્ટેશનો પર સ્પેશિયલ હેલ્પ ડેસ્ક અને ખાસ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત-માલદા ટાઉન એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરી તેને પોણા 7 કલાક મોડી (સાંજે 05:15 વાગ્યે) ઉપાડવાનું નક્કી કરાયું છે. જ્યારે અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ અને અજમેર-દાદર સહિતની 7 જેટલી ટ્રેનોને મુંબઈ પહોંચતા પહેલા જ અલગ-અલગ સ્ટેશનો પર ટૂંકાવી (શોર્ટ-ટર્મિનેટ) દેવાઈ છે. આ ઉપરાંત, મધ્ય રેલવેમાં ભૂસ્ખલનને કારણે અમદાવાદ-ચેન્નઈ સેન્ટ્રલ અને પુણે-ભુજ સહિતની ૩ ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા છે. રેલવે પ્રશાસને મુસાફરોને ઘરની બહાર નીકળતા પહેલા ટ્રેનનું સ્ટેટસ ચેક કરી લેવા અપીલ કરી છે…. વાંચો ટ્રેનોના ટૂંકાવેલા રૂટ અને સમયમાં ફેરફારના લિસ્ટ સાથેના સમાચાર ટ્રેક પર પાણી ભરાતા મુંબઈથી ઉપડતી 6 પ્રમુખ ટ્રેનોના સમયમાં ફેરફાર વસઈ રોડ (BSR)-નાલાસોપારા (NSP)-સફાલે (SAH)-કેલવા રોડ (KLV) સ્ટેશનો વચ્ચે ટ્રેક પર ભારે પાણી ભરાઈ જવાને કારણે, આજે (6 જુલાઈ) બાંદ્રા ટર્મિનસ (BDTS) અને મુંબઈ સેન્ટ્રલ (MMCT)થી ઉપડતી ટ્રેનો મોડી ઉપડશે.. અમરેલીના સરંભડા ગામની નદીમાં તણાવાથી યુવકનું મોત અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે ધારીના ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા સરંભડા ગામની નદીમાં અચાનક પૂરનો ધસમસતો પ્રવાહ આવ્યો હતો, જેમાં ગઈકાલે રાત્રે આશરે 8 વાગ્યે નદીના પટમાં હાજર શરદભાઈ મગનભાઈ કાછડીયા પાણીના તેજ વહેણમાં તણાયા હતા. આ દુર્ઘટના બાદ આજે સવારે 9 વાગ્યે નદીના પટમાંથી શરદભાઈનો મૃતદેહ મળી આવ્યો છે. વલસાડના છીપવાડ રેલવે અંડર પાસમાં પાણીનો ભરાવો વલસાડમાં વરસાદી પાણીનો ભરાવો થતા છીપવાડ રેલવે અંડર પાસમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેને લઈને વલસાડ શહેર અને ખેરગામ રોડ ઉપર આવેલા 44 જેટલા ગામોના લોકો પ્રભાવિત થતા હતા. વલસાડ શહેરમાં શાલક કોલેજ અને નોકરી ઉપર આવતા વાહનચાલકોએ 10 કિલોમીટરનો ચકરાવો ખાવાનો વારો આવ્યો હતો. વલસાડ શહેરમાં પડેલા વરસાદને લઈને વરસાદી પાણીનો ભરાવો થતા વલસાડ નગર પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરી સામે પ્રશ્નો ઉઠયા છે. આ પણ વાંચો… અમરેલીમાં ભારે વરસાદી કહેર, ફાયર જવાનો દેવદૂત બન્યા ચોમાસું આગામી 3 દિવસમાં ગુજરાતના વધુ ભાગોમાં આગળ વધશે દેશમાં ચોમાસું સતત પ્રગતિ કરી રહ્યું છે. 5 જુલાઈ સુધીમાં ચોમાસાની ઉત્તરીય રેખા જામનગર, ઉદયપુર, અજમેર, ઝુંઝુનુ, હિસાર અને ભટિંડાથી પસાર થઈ રહી છે. આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના વધુ ભાગો, ગુજરાતના બાકીના વિસ્તારો, રાજસ્થાન તેમજ હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ સંપૂર્ણ સાનુકૂળ બનેલી છે. ગુજરાત પર 5 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય હવમાન વિભાગ મુજબ હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઓફ-શોર ટ્રફ, શેયર ઝોન અને લો પ્રેશર (ડિપ્રેશન) સહિતની 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ્સની સંયુક્ત અસરને કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સાથે કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. રાજ્યમાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેથી 27 ટકાની ઘટ છે. આજે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડશે. હાલ દરિયામાં LCS સિગ્નલ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અંશુલા કપૂરે રોહન ઠક્કર સાથે સાત ફેરા ફર્યાં:બોની કપૂરની દીકરી ગુજ્જુ પરિવારની વહુ બની; કાકા અનીલે મહેમાનગતિ કરી, બહેન સોનમ અને શનાયાનો શાહી લુક
    Next Article
    મોતીતળાવમાં યુવક પર ચાર શખસનો હિચકારો હુમલો:અમે ઘણા તાળા તોડયા છે તેમ કહી યુવકને પથ્થર અને ઢીંકાપાટુનો માર માર્યો, ચારેય સામે ગુન્હો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment