Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંશુલા કપૂરે રોહન ઠક્કર સાથે સાત ફેરા ફર્યાં:બોની કપૂરની દીકરી ગુજ્જુ પરિવારની વહુ બની; કાકા અનીલે મહેમાનગતિ કરી, બહેન સોનમ અને શનાયાનો શાહી લુક

    19 hours ago

    બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર બોની કપૂર અને દિવંગત મોના શૌરીની દીકરી અને એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર આજે બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે લગ્નગ્રંથિથી જોડાઈ છે. અંશુલા અને રોહને મુંબઈની તાજ સ્કાય લેન્ડ્સ એન્ડ હોટેલમાં સાત ફેરા ફર્યાં છે. પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં અંશુલા અને રોહને એકબીજાના જીવનભરના સાથી બનાવ્યા છે. જીવનના સૌથી મહત્ત્વપૂર્ણ પ્રસંગ માટે અંશુલાએ ગુલાબી રંગના લહેંગા પર પસંદગી ઢોળી હતી, જ્યારે વરરાજા રોહને આઈવરી શેરવાની પહેરી હતી. બંનેએ હિન્દુ રિત-રિવાજથી લગ્ન કર્યા. બોની કપૂરની લાડકવાયી હવે ગુજરાતી પરિવારની વહુ બની ગઈ છે. કાકા અનિલ કપૂરે મહેમાનોની આગતા-સ્વાગતા કરી બોલિવૂડ સ્ટાર અનિલ કપૂર ભત્રીજી અંશુલાના લગ્નમાં સામાન્ય લોકોની જેમ મહેમાનોની આગતા-સ્વાગતા કરતા જોવા મળ્યા. તેમણે મહેમાનોના ખબર-અંતર પૂછ્યા. બહેન સોનમ અને શનાયાનો ગ્લેમ લુક અનિલ કપૂરની દીકરી અને એક્ટ્રેસ સોનમ કપૂર અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે પણ બહેન અંશુલાના લગ્નની તૈયારીમાં કોઈ કમી છોડી નથી. બોલિવૂડની ફેશન ક્વીન સોનમ કપૂરે બહેનના લગ્ન માટે ગોલ્ડન શેડના આઉટફીટ પર પસંદગી ઢોળી. આ સાથે તેણે જાંબલી રંગ પર બારિક ગોલ્ડન કામ કરેલો દુપટ્ટો પહેર્યો હતો. સાથે જ તેણે લીલા, ગુલાબી અને બ્લુ રંગના શાહી ઘરેણાથી લુક કમ્પ્લિટ કર્યો હતો. તેણે હેવી ચોકરની સાથે હેવી નેકલેસ, લાંબા ઇયરરિંગ્સ અને માંગટીકો પહેર્યા હતા. સાથે જ તેણે પિંક બ્લશ અને પિંક લિપ્સ્ટિક સાથે મેકઅપને સિમ્પલ યેટ એલિગન્ટ રાખ્યો હતો. વાળમાં તેણે વચ્ચે પાર્ટીશન કરીને સામાન્ય પીનઅપ કર્યા હતા. જ્યારે શનાયા કપૂરે મલ્ટીકલર લહેંગો પસંદ કર્યો હતો. હેવી એમ્બ્રોઇડરીવાળા આ મલ્ટીકલર લહેંગા સાથે તેણે બેકલેસ ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝ પહેર્યું હતું. સાથે જ તેણે જડાઉ ચોકર અને સ્ટેટમેન્ટ ઇયરરિંગ્સ પહેરી હતી. રજવાડી લહેંગાને બેલેન્સ કરવા માટે તેણે વાળમાં સ્લીક ચોટી બનાવી હતી. લગ્ન પહેલાં તેણે પરંપરાગત પંજાબી વિધિ, કલીરે અને ચૂડા સેરેમની પૂર્ણ કરી હતી. દીકરીને વિદાય આપતા પહેલાં બોની કપૂરની આંખો ભરાઈ આવી હતી. પિતા બોની અને ભાઈ અર્જુને પ્રી-વેડિંગ ફંક્શન્સના સુંદર ફોટો શેર કરીને લાડકવાયી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. 'અંશુલા અને રોહન એકબીજા માટે જ બન્યા છે' બોની કપૂરે દીકરીના ફોટો શેર કરીને લખ્યું, 'મારી પ્રતિભાશાળી અને સુંદર દીકરી અંશુલાની રોહન સાથે નવી સફર શરૂ થઈ રહી છે, તેઓ બંને એકબીજા માટે જ બન્યા છે અને ચોક્કસપણે આ સફરને હંમેશ માટે ખુશહાલ બનાવશે.' ચૂડા અને કલીરે સેરેમની દરમિયાન અંશુલા પોતાના ભાઈ અર્જુન કપૂરને ગળે લગાવીને ભાવુક થઈ ગઈ અને રડી પડી. તે જ સમયે, એક અન્ય પરંપરાગત વિધિ દરમિયાન જ્યારે અંશુલાએ કલીરા પાછળની તરફ ફેંક્યું, ત્યારે તે સીધું અર્જુન કપૂરના માથા પર પડ્યું. કલીરા પડતા જ અર્જુન કપૂર હસવા લાગ્યા, જેના પછી ત્યાં હાજર પરિવારના લોકોએ તેને ચીડવવાનું શરૂ કરી દીધું. આ લગ્ન સમારોહમાં આખો કપૂર પરિવાર સામેલ થયો છે. જુઓ મહેંદી સેરેમનીની અંદરની તસવીરો.. કલીરા પડતા જ અર્જુનના ચહેરા પર સ્મિત આવ્યું અંશુલા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કલીરા સેરેમનીનો એક વીડિયો શેર કર્યો છે. પંજાબી લગ્નોની પરંપરા મુજબ, દુલ્હન તેની બહેનો અને બહેનપણીઓના માથા પર કલીરા પાડવાની વિધિ કરે છે. અંશુલાએ જ્યારે કલીરા પાછળની તરફ ઉછાળ્યું, ત્યારે તે કોઈ છોકરીને બદલે સીધું તેના ભાઈ અર્જુન કપૂર પર પડ્યું. કલીરા પડતા જ ત્યાં હાજર જાહ્નવી કપૂર, ખુશી કપૂર અને બાકીના સંબંધીઓ હસવા લાગ્યા. અર્જુન કપૂર પણ કલીરા પડ્યા પછી પોતાનું સ્મિત રોકી શક્યો નહીં. તેની આ પ્રતિક્રિયાનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અંશુલાએ લખ્યું- આ કલીરા પર સ્માઈલ લખેલું હતું આ વીડિયો પોસ્ટ કરતા અંશુલાએ ભાઈ અર્જુન કપૂરની મજાક પણ ઉડાવી. તેણે લખ્યું કે, તેણે આજ સુધી કોઈને કલીરા દ્વારા પસંદ થવા માટે આટલા ઉત્સાહિત જોયો નથી. અંશુલાએ એ પણ જણાવ્યું કે, અર્જુન પર જે કલીરા પડ્યું, તેના પર અંગ્રેજીમાં 'સ્માઈલ' લખેલું હતું અને કલીરા પડતાં જ અર્જુન આખો સમય હસતો રહ્યો. પંજાબી રીતિ-રિવાજોમાં એવું માનવામાં આવે છે કે દુલ્હનનું કલીરા જે અપરિણીત વ્યક્તિ પર પડે છે, તેના લગ્ન તરત થાય છે. આ કારણે સોશિયલ મીડિયા પર લોકો અર્જુનને અભિનંદન આપી રહ્યા છે. ભાઈને ગળે લગાડીને ભાવુક થઈ અંશુલા મજાક અને મસ્તી વચ્ચે ચૂડા સેરેમની દરમિયાન એક અત્યંત ભાવુક ક્ષણ પણ જોવા મળી. અંશુલા કપૂર પોતાની વિધિઓ દરમિયાન ભાઈ અર્જુન કપૂરને ગળે લગાડીને રડી પડી. મા મોના શૌરીના નિધન પછી અર્જુન કપૂરે જ પોતાની બહેન અંશુલાની સંભાળ રાખી છે, તેથી બંને વચ્ચે ખૂબ જ મજબૂત બોન્ડિંગ છે. ભાઈ-બહેનની આ ભાવનાત્મક તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો બંનેના આ જોડાણની પ્રશંસા કરી રહ્યા છે. કપૂર પરિવાર પણ હાજર રહ્યો અંશુલા કપૂર અને રોહન ઠક્કરના આ લગ્નમાં આખો કપૂર પરિવાર એકસાથે જોવા મળ્યો. મુંબઈમાં યોજાયેલા આ ફંક્શનમાં પિતા બોની કપૂર, બહેન જાહ્નવી કપૂર, ખુશી કપૂર, શનાયા કપૂર અને સંજય કપૂર હાજર રહ્યા. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી (ઓરહાન અવત્રામણિ) પણ આ સેલિબ્રેશનનો ભાગ બન્યો. આ ઉપરાંત કરિશ્મા કપૂર, નિતુ સિંહ સહિતનો કપૂર પરિવાર પણ આ ખાસ પ્રસંગે હાજર રહ્યો. અંશુલા 2022 થી રોહન સાથે રિલેશનશિપમાં છે. આ પહેલા રોહને જુલાઈ મહિનામાં ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં અંશુલાને પ્રપોઝ કર્યું હતું. જે પછી અંશુલાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'અમે એક એપ પર મળ્યા હતા. અમે મંગળવારે રાત્રે 1:15 વાગ્યે વાત કરવાનું શરૂ કર્યું અને સવારે 6 વાગ્યા સુધી ચાલ્યું. ત્રણ વર્ષ પછી, મારા પ્રિય શહેરમાં, સેન્ટ્રલ પાર્કની સામે, તેણે પ્રપોઝ કર્યું. ભારતીય સમય મુજબ બરાબર 1:15 વાગ્યા હતા અને એવું લાગ્યું કે દુનિયા એક ક્ષણ માટે થંભી ગઈ છે... મેં હા પાડી.' , અંશુલાના લગ્ન સંબંધિત આ સમાચાર પણ વાંચો… બોની કપૂરની લાડલીની મહેંદી સેરેમની:ગુજરાતી સાસરિયાને સરપ્રાઇઝ આપવા અંશુલાએ પટોળું પહેર્યું, પતિ રોહન સાથે સ્વીટ મોમેન્ટ; સોનમ-કરિશ્માનો WOW લુક અંશુલા કપૂરની મહેંદી સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગે અંશુલા કપૂરે પરંપરાગત લાલ કે લીલા રંગને બદલે અત્યંત આકર્ષક ‘ટીલ બ્લુ’ કલરનો લહેંગો પસંદ કર્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    Donald Trump admits he got FIFA to review Balogun’s World Cup suspension
    Next Article
    રાત્રે 10 વાગ્યા સુધીમાં 23 જિલ્લામાં રેડ એલર્ટ:સુરતના કામરેજમાં 6 ઈંચ વરસાદ, વીજકરંટ લાગતા 2 યુવકોના મોત; મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે 16 ટ્રેન રદ, 15 શોર્ટ ટર્મિનેટ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment