Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 21.95 લાખના ડ્રગ્સ સાથે એક ઝડપાયો:SOGએ 19 ગ્રામ કોકેન, 123 ગ્રામ MDMA પાવડર જપ્ત કર્યો

    12 hours ago

    જામનગર શહેરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) એ રૂ. 21.95 લાખના નશાકારક પદાર્થો સાથે રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે. ઝડપાયેલા જથ્થામાં 19 ગ્રામ કોકેન અને 123 ગ્રામ મેફેડ્રોન (MDMA) પાવડરનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી "નો ડ્રગ્સ ઇન જામનગર" અભિયાન હેઠળ કરવામાં આવી છે. આ સફળતા જામનગર જિલ્લામાં નશાકારક પદાર્થોના વેપારને નાથવા માટે ચાલી રહેલા અભિયાનનો એક ભાગ છે. SOG ટીમે કુલ 142 ગ્રામ નશાકારક પદાર્થ ઉપરાંત મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક વજનકાંટો સહિત રૂ. 21,95,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOGના PI વી.બી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર અને PSI એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ SOG ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે એક વ્યક્તિ ટાઉનહોલ પાસે આવેલી કોટક મહિન્દ્રા બેંકની ગલીમાં નશાકારક પદાર્થના વેચાણ માટે આવવાનો છે. બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે નરશિરામ કુપારામ લુણા રબારી (હાલ રહે. સજુબા સ્કૂલ પાસે, હનુમાનજી મંદિરવાળી ગલી, જામનગર, મૂળ રહે. અરણાઈ ગામ, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 19 ગ્રામ કોકેન (કિંમત રૂ. 9.50 લાખ), 123 ગ્રામ MDMA પાવડર (કિંમત રૂ. 12.30 લાખ) તેમજ બે મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક વજનકાંટો મળી કુલ રૂ. 21,95,500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે આરોપી સામે જામનગર સિટી "બી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(સી), 21(બી), 22(સી) અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જામનગર SOG દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામેની એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવે છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં નશાખોરી અને ડ્રગ્સના કારોબાર સામે આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    મોતીતળાવમાં યુવક પર ચાર શખસનો હિચકારો હુમલો:અમે ઘણા તાળા તોડયા છે તેમ કહી યુવકને પથ્થર અને ઢીંકાપાટુનો માર માર્યો, ચારેય સામે ગુન્હો દાખલ
    Next Article
    Engineering graduate who fled Bengaluru in 2013 figures on MHA list of 23 designated terrorists

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment