Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુ.એન. મહેતા હોસ્પિટલની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના:ગૂંગળામણથી ફસાયેલા મજૂરોમાંથી એકને સ્થાનિકે અને બેને ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા; મેયર-ચેરમેન ઘટનાસ્થળે દોડ્યા

    1 day ago

    અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ખ્યાતનામ યુ.એન. મહેતા હોસ્પિટલના બેઝમેન્ટમાંથી ચિંતાજનક ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ પાઇપલાઇનમાં કામ કરતી વખતે ત્રણ જેટલા યુવકો અંદર ખાબક્યા હોવાનો મેસેજ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ પાઇપલાઇનમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. એકને બચાવવા જતાં અન્ય બે યુવકો પણ અંદર ફસાયા સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, યુ.એન. મહેતા હોસ્પિટલની ડ્રેનેજ પાઇપલાઇનની સફાઈ અથવા રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક મજૂર અચાનક સંતુલન ગુમાવતા પાઇપલાઇનની અંદર પડી ગયો હતો. તેને ડૂબતો અને ગૂંગળાતો જોઈને તેને બચાવવા માટે ત્યાં હાજર અન્ય બે વ્યક્તિઓ પણ એક પછી એક અંદર ઉતર્યા હતા. જોકે, અંદર ઝેરી ગેસ અથવા લપસણ હોવાના કારણે ત્રણેય શ્રમિકો ત્યાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન અંદર ઉતરેલા એક વ્યક્તિએ સમયસૂચકતા વાપરીને જોરજોરથી બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા એકનો આબાદ બચાવ શ્રમિકની બૂમાબૂમ સાંભળીને હોસ્પિટલનો સ્ટાફ અને સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પૂર્વે જ સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને બૂમો પાડતા એક યુવકને સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધો હતો. જ્યારે અન્ય બે શ્રમિકો પાઇપલાઇનમાં ઊંડે સુધી ફસાઈ ગયા હતા. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે ઓક્સિજન સિલિન્ડર અને ખાસ સાધનોની મદદથી પાઇપલાઇનની અંદર ઉતરીને બાકીના બંને મજૂરોને પણ હેમખેમ બહાર કાઢી લીધા હતા. ઝેરી ગેસની અસર અથવા ગૂંગળામણને કારણે હાલમાં બંને મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં જ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઘટનાસ્થળે જવા રવાના હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં બનેલી આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને શહેરના મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતા જ બંને પદાધિકારીઓ તાત્કાલિક પરિસ્થિતિનો તાગ મેળવવા અને શ્રમિકોની તબિયતના સમાચાર જાણવા માટે યુ.એન. મહેતા હોસ્પિટલ જવા રવાના થયા છે. આ ઘટનાને પગલે હોસ્પિટલ તંત્ર દ્વારા સેફ્ટીના સાધનો મુદ્દે તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    હાથીદાંત રાખવાના કેસમાં મોહનલાલ ઘેરાયા:10 હાથીદાંત અને તેમાંથી બનેલી 13 મૂર્તિઓ જાહેર કરી, વન વિભાગ કાર્યવાહી કરશે; રેડમાં ખુલાસો થયો હતો
    Next Article
    ધરમપુરના પિંડવળનું આરોગ્ય કેન્દ્ર જનસુખાકારીનું આદર્શ મોડેલ:સરકાર-ટ્રસ્ટના સહયોગથી 37 ગામોને આધુનિક સારવાર મળે છે, એક્સ-રે, સોનોગ્રાફી સહિતની સુવિધાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment