Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં રામવિલાસ પાસવાનની જન્મજયંતિની ઉજવણી:લોક જન શક્તિ પાર્ટી દ્વારા જરૂરિયાતમંદોને રાશનકીટ, સાયકલ અને મિક્સરનું વિનામૂલ્યે વિતરણ

    1 day ago

    લોક જન શક્તિ પાર્ટી (રામવિલાસ) દ્વારા ભારત રત્ન સમાન લોકનેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. રામવિલાસ પાસવાનની જન્મજયંતિ નિમિત્તે રવિવારે અમદાવાદમાં એક વિશેષ સેવાભાવ અને જનકલ્યાણને સમર્પિત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાલડી સ્થિત પ્લેટિનમ ઇન ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગરીબ અને વંચિત પરિવારોને મદદરૂપ થવાનો હતો. જરૂરિયાતમંદોને સામગ્રીનું વિનામૂલ્યે વિતરણ આ સ્મૃતિ ઉત્સવ અંતર્ગત સમાજના વિવિધ વર્ગોને ઉપયોગી થાય તેવી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 50થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 10 વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી હતી. મહિલાઓ આત્મનિર્ભર બને અને ગૃહકાર્યમાં સરળતા રહે તે માટે 10 બહેનોને મિક્સર અને અન્ય 10 બહેનોને કૂકરનું વિતરણ કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં અનુકૂળતા રહે તે માટે ક્લાસરૂમ બેન્ચનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકીય અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ આ પ્રસંગે લોક જન શક્તિ પાર્ટી (રામવિલાસ)ના ગુજરાત રાજ્ય પ્રભારી કુવર આસિમખાન મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્વ. રામવિલાસ પાસવાનના સમાજસેવા, દલિતોદ્ધાર અને જનકલ્યાણના ઐતિહાસિક કાર્યોને યાદ કર્યા હતા અને તેમના લોકાભિમુખ વિચારોને આગળ ધપાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ આશિષભાઈ પટેલ અને અમદાવાદ શહેર પ્રમુખ સંકેતભાઈ સોનીએ પણ હાજરી આપી હતી. બંને આગેવાનોએ ઉપસ્થિત કાર્યકરો અને લાભાર્થીઓને સંબોધન કર્યું હતું તેમજ પોતાના હસ્તે સહાય સામગ્રીનું વિતરણ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ યુવા મોરચાની કારોબારી બેઠક યોજાઈ:સંગઠન મજબૂત કરવા અને આગામી કાર્યક્રમોની રણનીતિ પર ચર્ચા
    Next Article
    ધોકાના ઘા મારી મૃતદેહને કારમાં મૂકી દીધો'તો:લોધીકાના રાવકીમાં કૌટુંબિક કાકાની સરકારી જમીન ખાલી કરાવ્યાનો ખાર રાખી ભરત ડાંગરની હત્યા કરવામાં આવી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment