Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ યુવા મોરચાની કારોબારી બેઠક યોજાઈ:સંગઠન મજબૂત કરવા અને આગામી કાર્યક્રમોની રણનીતિ પર ચર્ચા

    1 day ago

    પંચમહાલ ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે જિલ્લા યુવા મોરચાની બૃહદ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવા અને આગામી કાર્યક્રમોની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠક યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને વડોદરા લોકસભાના સાંસદ ડૉ. હેમાંગભાઈ જોશીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન યુવાનોને પક્ષની વિચારધારા સાથે જોડવા, તેમની ભાગીદારી વધારવા અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે પણ માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ નિશાંત સોની, મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હાર્દિકભાઈ બારીયા અને યુવા મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય સહિત જિલ્લા તથા વિવિધ મંડળોના યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રામાનંદી સાધુ સમાજના આગેવાનો દ્વારા એસપીને રજુઆત કરવા દોડી આવ્યા:સીદસર વિસ્તારમાં તબીબના પિતા પર હુમલાની ઘટના, ક્લિનિક બંધ કરાવવાની ધમકી આપી લાકડીથી ફટકાર્યા
    Next Article
    અમદાવાદમાં રામવિલાસ પાસવાનની જન્મજયંતિની ઉજવણી:લોક જન શક્તિ પાર્ટી દ્વારા જરૂરિયાતમંદોને રાશનકીટ, સાયકલ અને મિક્સરનું વિનામૂલ્યે વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment