Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોકાના ઘા મારી મૃતદેહને કારમાં મૂકી દીધો'તો:લોધીકાના રાવકીમાં કૌટુંબિક કાકાની સરકારી જમીન ખાલી કરાવ્યાનો ખાર રાખી ભરત ડાંગરની હત્યા કરવામાં આવી'તી

    एक दिन पहले

    રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના રાવકી ગામે રહેતા ભરત વાલજીભાઇ ડાંગર (ઉ.વ.33)ની હત્યા કેસમાં પોલીસે તેના જ કૌટુંબિક કાકા અને તેના કૌટુંબિક મામાની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં ભરતભાઈ ડાંગરની હત્યા જમીન ખાલી કરાવવા પ્રશ્ને થઇ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. લોધીકાના રાવકી ગામે એસેન્‍ટ કારમાંથી મૃતક ભરતભાઇ ડાંગરની લાશ મળી આવી હતી જેમાં કૌટુંબીક કાકા વિજય ઉર્ફે જીગો રમેશભાઇ ડાંગર તથા કૌટુંબીક મામા જીજ્ઞેશ ઉર્ફે કટી કેશુભાઇ બગડા સાથે જમીન ખાલી કરાવવા બાબતે ઝઘડો થતા ગાળાગાળી કરી હતી અને તેમાં ઝપાઝપી થઇ હતી ત્‍યારબાદ બંને આરોપીઓએ મૃતકને ધોકાના ઘા મારી મોતને ઘાટ ઉતારી લાશ એસેન્‍ટ કારમાં મુકી દીધી હતી. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ કરી હતી જેમાં પીએમ રીપોર્ટમાં મૃતક ભરતભાઇની હત્‍યા થઇ હોવાનું જાહેર થતા પોલીસે ભરતભાઇના કૌટુંબીક કાકા વિજય ડાંગર તથા જીજ્ઞેશ ઉર્ફે કટ્ટી બગડાને સકંજામાં લઇ સઘન પુછપરછ હાથ ધરી હતી દરમિયાન આરોપીઓએ હત્‍યાની કબુલાત આપી હતી. મૃતક ભરતભાઇ ડાંગરે અગાઉ આરોપી કૌટુંબીક કાકા વિજય ડાંગરની ખરાબાની જમીન ખાલી કરાવી હતી તેનો ખાર રાખી કૌટુંબીક કાકા વિજય ડાંગરે અન્‍ય આરોપી જીજ્ઞેશ કટ્ટી બગડા સાથે મળી પુર્વયોજીત કાવત્રુ રચી ભરતભાઇનું ઢીમ ઢાળી દીધું હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં રામવિલાસ પાસવાનની જન્મજયંતિની ઉજવણી:લોક જન શક્તિ પાર્ટી દ્વારા જરૂરિયાતમંદોને રાશનકીટ, સાયકલ અને મિક્સરનું વિનામૂલ્યે વિતરણ
    Next Article
    Anshula Kapoor and Rohan Thakkar are married. Watch videos

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment