Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી વડોદરાની મુલાકાતે:સમસ્ત ચતુર્વેદી પરિવારના આયોજનમાં શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં હાજરી આપી, દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

    9 hours ago

    દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી આજે વડોદરાની મુલાકાતે હતાં જ્યાં તેઓ વડોદરામાં સમસ્ત ચતુર્વેદી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં હાજર રહ્યા હતા. દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બીજી તરફ મથુરાના કથાવાચક સોમદત્તજીના મુખેથી વહેતી ભાગવત કથાના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શ્રીમદ ભાગવત કથા મહોત્સવના આયોજન ડૉ. જયકિશોર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે,જ્યારે જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી જીવિત હતા અને અમારા ઘરે પધાર્યા હતા, ત્યારે તેમણે આ ઈચ્છા પ્રગટ કરી હતી. તે સમયે કોઈ કારણસર આ ઈચ્છા પૂર્ણ ન થઈ શકી. પરંતુ બે મહિના પહેલાં, જ્યારે હું શંકરાચાર્ય સદાનંદજી સરસ્વતીને મળ્યો, ત્યારે અમારી વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ. તેમણે પોતાની ડાયરી જોઈને આ સમય આપ્યો. આ મહોત્સવ 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવી રહ્યું છે. શંકરાચાર્યજીની ઉપસ્થિતિથી હું અને મારો સમસ્ત ચતુર્વેદી પરિવાર ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાગવત કથા એક એવું પુરાણ છે કે જેને સાંભળીને લોકો રસવિભોર થઈ જાય છે. સનાતન ધર્મની આ વાતોને જીવનમાં અમલ કરવાથી સુખ અને શાંતિ મળે છે. આજના સમયમાં માણસ પાસે ગમે તેટલા પૈસા કે તાકાત હોય, પરંતુ જો મનની ખુશી ન હોય તો બધું જ વ્યર્થ છે. આ કથાથી મનની શુદ્ધિ થાય છે અને હૃદયમાં સાચી ખુશીનો સંચાર થાય છે. આનાથી લોકોમાં પરસ્પર પ્રેમભાવ અને ભાઈચારો વધે છે. તેઓએ ઉમેર્યું હતું કે, કથાના વક્તા મથુરાથી પધારેલા શ્રી સોમદત્તજી છે. તેઓ પોતાની મધુર વાણી અને કથનશૈલીથી લોકોને સુંદર સંદેશ આપી રહ્યા છે. કથા દરમિયાન જ્યારે કૃષ્ણ જન્મોત્સવ, ગિરિરાજ પૂજન અને રુક્મિણી વિવાહ જેવા વિવિધ પ્રસંગોનું નિર્માણ કરવામાં આવે છે, ત્યારે આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. ઘરના સભ્યોથી લઈને બહારથી આવેલા તમામ ભક્તો ભક્તિમાં લીન થઈને નૃત્ય કરવા લાગે છે. વડોદરાની આ પવિત્ર ભૂમિ પર આવો સુમેળભર્યો માહોલ જોઈને હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે. તેઓએ કહ્યું હતું કે, હું પૂજ્ય શંકરાચાર્યજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ સાથે જ જે પણ ભક્તો અહીં આવીને ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે, તે તમામનો હું ખૂબ આભારી છું. વડોદરા શહેરમાં આવા ધાર્મિક કાર્યક્રમો સતત થતા રહે તેવી હું શુભકામના કરું છું.
    Click here to Read More
    Previous Article
    નકલી DAP ખાતર કૌભાંડમાં સરકારની મોટી કાર્યવાહી:4 આરોપી PBM એક્ટ હેઠળ જેલભેગા, હવે માત્ર લાયસન્સ રદ નહીં, સીધી જેલ
    Next Article
    મહેસાણા LCBની કાર્યવાહી:ખેરપુરામાંથી વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ ગાડી સાથે 6.07 લાખનો મુદ્દામાલ ઝડપાયો, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment