Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા LCBની કાર્યવાહી:ખેરપુરામાંથી વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ ગાડી સાથે 6.07 લાખનો મુદ્દામાલ ઝડપાયો, ચાલક ફરાર

    10 hours ago

    મહેસાણા જિલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃતિઓ પર અંકુશ લાવવા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષકની સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એક્શન મોડમાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ સતત પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ખેરાલુ હાઇવે પરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવાઈ પેટ્રોલીંગ દરમિયાન પીએસઆઈ એ.એમ. રાઠોડ અને પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહને સંયુક્ત રીતે એક ચોક્કસ અને સચોટ બાતમી મળી હતી. બાતમી હતી કે, રાજસ્થાન તરફથી એક નંબર પ્લેટ વગરની મારુતિ સુઝુકી સ્વીફ્ટ ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને એક બુટલેગર સતલાસણા થઈ ખેરાલુ હાઇવે રોડ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબી સ્ટાફના પીએસઆઈ એ.એમ. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ, મૌલિકભાઈ અને કિરપાલસિંહ સહિતની ટીમે તાત્કાલિક એક્શનમાં આવી નેનીવાડા ચાર રસ્તા આગળ વ્યૂહાત્મક વોચ ગોઠવી દીધી હતી. પોલીસને જોઈ બુટલેગરે ગાડી ભગાડી, ફિલ્મી ઢબે પીછો વોચ દરમિયાન બાતમી મુજબની શંકાસ્પદ સ્વીફ્ટ ગાડી આવતાં પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, પોલીસની ટીમને સામે જોઈને ગાડીના ચાલકે વાહન ઊભું રાખવાને બદલે ખેરપુરા ગામ તરફ ભગાડી મૂક્યું હતું. આ જોઈ એલસીબીની ટીમે પણ સરકારી વાહનો સાથે ફિલ્મી ઢબે ગાડીનો પીછો (Chasing) શરૂ કર્યો હતો. પોલીસ પાછળ જ હોવાથી ગભરાયેલો ચાલક અંધારામાં ગાડી પરનો કાબૂ ગુમાવી બેઠો હતો અને ખેરપુરા ગામના નેડીયામાં આવેલી એક કાંટાળી વાડમાં ગાડી ભટકાવી દીધી હતી. ગાડી વાડમાં ખરાબ રીતે ફસાઈ જતાં, ચાલક વાહન ત્યાં જ મૂકીને રાત્રિના અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ₹4 લાખથી વધુનો દારૂ અને ગાડીની અંદરથી મળી નકલી નંબર પ્લેટ પોલીસે ફસાયેલી મારુતિ સ્વીફ્ટ ગાડીની ઝીણવટભરી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ 1,238 નંગ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹4,07,309 જેટલી થાય છે. આ ઉપરાંત ચોંકાવનારી બાબત એ સામે આવી કે ગાડીની અંદરથી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે રાખેલી GJ 01 RM 0757 નંબરની બે નકલી નંબર પ્લેટો પણ મળી આવી હતી. પોલીસે ₹2 લાખની કિંમતની સ્વીફ્ટ ગાડી અને દારૂનો જથ્થો મળીને કુલ ₹6,07,309નો મુદ્દામાલ કબજે કર્યો છે. ખેરાલુ પોલીસ મથકે ગુનો નોંધાયો આ સફળ કામગીરી બાદ એલસીબીએ સ્વીફ્ટ ગાડીના અજાણ્યા ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ માટે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં સોંપણી કરી છે. હાલમાં ખેરાલુ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ફરાર બુટલેગરને પકડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી વડોદરાની મુલાકાતે:સમસ્ત ચતુર્વેદી પરિવારના આયોજનમાં શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં હાજરી આપી, દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
    Next Article
    રાજકોટમાં પરણિત પ્રેમિકા લગ્ન માટે ન માનતા યુવકનો આપઘાત:લિસ્ટેડ બુટલેગર ફિરોઝ ઉર્ફે ફીરીયો સિન્ડિકેટનો વધુ એક શખ્સ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment