Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી DAP ખાતર કૌભાંડમાં સરકારની મોટી કાર્યવાહી:4 આરોપી PBM એક્ટ હેઠળ જેલભેગા, હવે માત્ર લાયસન્સ રદ નહીં, સીધી જેલ

    8 hours ago

    ગુજરાતમાં જગતના તાત એવા ખેડૂતોને નકલી ખાતર અને બિયારણ વેચીને આર્થિક નુકસાન પહોંચાડતા અને છેતરપિંડી કરનારા તત્વો સામે રાજ્ય સરકારે હવે લાલ આંખ કરી છે. અમરેલી જિલ્લામાં તાજેતરમાં સામે આવેલા ડુપ્લિકેટ DAP ખાતર કૌભાંડમાં કડક કાનૂની પગલાં લેતા, સંડોવાયેલા ચાર આરોપીઓને 'ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઇન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેન્શિયલ કોમોડિટી' (PBM) એક્ટ-1980 હેઠળ ડિટેઇન કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. કૃષિમંત્રીએ આ અંગે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, ખેડૂતોના હિત સાથે ચેડાં કરનારાઓને હવે માત્ર લાયસન્સ રદ કરીને છોડી દેવામાં નહીં આવે, પરંતુ વારંવાર ગેરરીતિ આચરતા બુટલેગરો અને બ્લેક માર્કેટર્સ સામે સીધી જેલ સુધીની આકરી કાર્યવાહી કરવામાં આવશે. છેતરપિંડી સહન કરવામાં નહીં આવે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકાર ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. રાજ્યમાં ડુપ્લિકેટ ખાતર-બિયારણ, કાળાબજારી તથા હલકી ગુણવત્તાની કૃષિ સામગ્રી વેચતા તત્વોના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે રાજ્યભરમાં સખત સર્ચ ઓપરેશન અને અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખેડૂતોના પરસેવાની કમાણી લૂંટનારા ગમે તેવા ચમરબંધીને પણ કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે. ઇફકોના નામે નકલી પેકિંગ અને લેબોરેટરીમાં નમૂના ‘ના-પાસ’ આ સમગ્ર કૌભાંડની વિગતો તપાસીએ તો: ગોડાઉનમાં ચાલતી હતી નકલી બેગ છાપવાની ફેક્ટરી પોલીસ અને કૃષિ વિભાગની ઊંડી તપાસમાં સામે આવ્યું છે કે, ગઢડા તાલુકાના એક શખ્સ પાસેથી આ હલકી ગુણવત્તાનું ખાતર સસ્તા ભાવે ખરીદવામાં આવતું હતું. ત્યારબાદ આર્થિક લાભ ખાટવા માટે અમરેલી જિલ્લાના એક ગોડાઉનમાં ઇફકો તથા 'ભારત DAP'ના નામની અસલી જેવી જ દેખાતી નકલી પ્લાસ્ટિક બેગ છાપવાનું કારસ્તાન ચાલતું હતું. આ નકલી બેગમાં હલકી ગુણવત્તાનું ખાતર ભરીને બજારમાં અસલી બ્રાન્ડેડ DAP તરીકે ઊંચા ભાવે ખેડૂતોને પધરાવી દેવાતું હતું. તપાસ દરમિયાન આ ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ, હલકી ગુણવત્તાનો જથ્થો, નકલી બેગો અને પેકિંગ મશીનરી સહિતના સાધનો જપ્ત કરાયા છે. અત્યાર સુધીમાં 98 વિક્રેતાઓના લાયસન્સ રદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્રે ગેરરીતિ આચરવા બદલ કડક પગલાં લેવાયા છે: કૃષિ વિભાગે રાજ્યના તમામ ખેડૂતોને આશ્વસ્ત કર્યા છે કે જ્યાં પણ આવી ફરિયાદો કે શંકા જણાશે, ત્યાં તુરંત દરોડા પાડીને ગુનેગારો સામે કડક કલમો અને PBM એક્ટ હેઠળ કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે, જેથી ખેડૂતો સુધી માત્ર ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી જ પહોંચે.
    Click here to Read More
    Previous Article
    દિલજીતની 'સતલજ' હટાવવા પર સેલેબ્સનો વિરોધ:રણવીર શોરેએ પૂછ્યું- 'વાર્તા શા માટે છુપાવીએ છીએ?' હરભજને ફિલ્મના વખાણ કર્યા
    Next Article
    દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી વડોદરાની મુલાકાતે:સમસ્ત ચતુર્વેદી પરિવારના આયોજનમાં શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં હાજરી આપી, દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment