Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળતાં અસંતોષ:આદિજાતિ કમિશનરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ચૂકવણીની માંગ

    8 hours ago

    ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2025-26ની શિષ્યવૃત્તિના નાણાં હજુ સુધી જમા ન થતાં આદિવાસી વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આજે આદિજાતિ કચેરી ખાતે એકત્ર થઈ આદિજાતિ વિકાસ કમિશનરને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે અધિકારીઓ સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, તેમણે વર્ષ 2025-26 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી હતી. તેમની અરજીઓ કોલેજ તેમજ જિલ્લા કક્ષાએ મંજૂર થઈ ગઈ હોવા છતાં, શિષ્યવૃત્તિની રકમ હજુ સુધી તેમના બેંક ખાતામાં જમા થઈ નથી. પોર્ટલ પર અરજીનું સ્ટેટસ હજુ પણ 'પેન્ડિંગ' અથવા 'અન્ડર પ્રોસેસ' દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતાનો માહોલ છે. વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે અનેક વિદ્યાર્થીઓએ કોલેજની ફી ભરવા માટે લોન અથવા ઉછીના નાણાં લીધા છે. શિષ્યવૃત્તિ સમયસર ન મળતાં તેમના પર આર્થિક બોજ વધી રહ્યો છે. આ સ્થિતિને કારણે તેમને અભ્યાસ ચાલુ રાખવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આદિજાતિ વિકાસ વિભાગને વિદ્યાર્થીઓએ વહેલી તકે શિષ્યવૃત્તિની રકમ તેમના ખાતામાં જમા કરાવવા માંગ કરી છે. આ ઉપરાંત, પોર્ટલમાં જો કોઈ ટેકનિકલ ખામી હોય તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા અને વિદ્યાર્થીઓની સમસ્યાઓના સ્થળ પર ઉકેલ માટે વિશેષ સહાય કેમ્પ યોજવા પણ રજૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે, જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાવલ ડેમના દરવાજા ખોલતા જ સનખડા, ખત્રીવાડામાં પૂર આવ્યું:50થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા, સ્થાનિકોએ કહ્યું- 'અનાજ, ઘરવખરી બધું તણાઈ ગયું, પહેરેલા કપડાં સિવાય કઈ વધ્યું નથી'
    Next Article
    જૂનાગઢ ઘેડમાં પૂરની તારાજીનો ડ્રોન VIDEO:માંગરોળમાં 40 ઇંચ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા, વરસાદના વિરામ બાદ પણ 12 ગામો સંપર્ક વિહોણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment