Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ ઘેડમાં પૂરની તારાજીનો ડ્રોન VIDEO:માંગરોળમાં 40 ઇંચ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા, વરસાદના વિરામ બાદ પણ 12 ગામો સંપર્ક વિહોણા

    7 hours ago

    જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સાંબેલાધાર 40 ઈંચ વરસાદના કારણે ઘેડપંથકની હાલત કફોડી બની છે. દર વર્ષની માફક ઘેડ પંથકમાં પાણી ફરી વળતા ખેતરો તળાવમાં ફેરવાયા છે. ઓઝત. ઉબેણ, સાબી અને મધુવંતી નદીમાં આવેલા પૂરના કારણે 12 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારનો ડ્રોન વીડિયો સામે આવતા ગામડાઓ અને રસ્તાઓ જાણએ ટાપુ બની ગયા હોય તેવા દૃશ્યો નજરે પડી રહ્યા છે. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, અધિકારીઓ અને નેતાઓ અહીં આવીને અમારી સ્થિતિ જુએ તો ખબર પડે. આ વિસ્તાર ભૌગોલિક રીતે એવો છે કે માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં ચાર નદીઓના પાણી અહીં આવીને એકઠા થાય છે, જેનાથી સમગ્ર વિસ્તાર ટાપુ જેવો બની જાય છે અને દર ચોમાસા આ વિસ્તારના લોકો મુશ્કેલીઓનો સામનો કરે છે. માંગરોળ પંથકમાં વરસેલા 40 ઈંચ વરસાદે આફત નોતરી ​ખાસ કરીને માંગરોળ તાલુકામાં પણ આ વર્ષે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ત્યાં 40 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. આ આકાશી આફતના કારણે સમગ્ર ગ્રામ્ય પંથક અને માંગરોળ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બીજી તરફ ઘેડ વિસ્તારના ગ્રામ્ય પંથકોમાં વરસાદી પાણીનો પ્રવાહ એટલો બધો તેજ હતો કે, માંગરોળના અનેક ગ્રામ્ય વિસ્તારોના ખેતરો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે. સામરડા અને મેખડી ગામોમાં તો ચારેય બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને તારાજીના હૃદયદ્રાવક આકાશી દૃશ્યો સામે આવ્યા છે. રસ્તાઓની બંને બાજુ પૂરના પાણી ભરાઈ ગયા હોવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. સ્થાનિક ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતાં ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે અને ખેડૂતો આર્થિક પાયમાલીના આરે આવીને ઊભા રહી ગયા છે. અધિકારીઓ-નેતાઓ અહીં આવીને અમારી પરિસ્થિતિ જુએઃ મારખી ચાવડા​ આ ભયાવહ પરિસ્થિતિ વચ્ચે બગસરા ઘેડના વતની મારખીભાઈ ચાવડાએ સરકાર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે તેઓ ઘેડ પંથકના વતની છે અને તેઓ સરકારને વિનંતી કરે છે કે અધિકારીઓ અને નેતાઓ રૂબરૂ આવીને અમારી પરિસ્થિતિ જુએ. કેટલાય વર્ષોથી અને અમારા બાપ-દાદાની પેઢીઓથી અમે આ પૂરની પીડા સતત સહન કરતા આવ્યા છીએ પણ અમારો આજ સુધી કોઈ રાજકારણીઓ સાથે એવો સંબંધ રહ્યો નથી કે જે અમારી વહારે આવે. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં કોઈ ગરીબ માણસ મરી જાય તો પણ અહીં કોઈ જોવા સુદ્ધાં આવતું નથી અને અમારો કોઈ ભાવ પૂછતું નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ તો ઘણા વર્ષોથી દર વર્ષે ચોમાસું આવે એટલે આ જ પરિસ્થિતિ સર્જાય છે અને અમે માત્ર કુદરતી ભરોસે જીવી રહ્યા છીએ. પરિસ્થિતિ એટલી વિકટ હોય છે કે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જાય છે અને આવી સ્થિતિ પાંચ-પાંચ મહિના સુધી રહે છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે અમારે જાવું ક્યાં? જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે આવવા-જવાની કોઈ સુવિધા હોતી નથી. આ પાણી જૂનાગઢ, સતાધાર અને ઉપરવાસના ડેમોમાંથી છોડવામાં આવે છે તે બધું જ પાણી અહીં ઘેડમાં આવીને એકઠું થાય છે અને મહિનાઓ સુધી પાણી ભરેલા જ રહે છે, જેના કારણે ચોમાસામાં જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને હોસ્પિટલ લઈ જવામાં પણ લોઢાના ચણા ચાવવા પડે છે. 'ચારેય બાજુ પાણી જોઈને લાગે છે કે, અહીં મીઠો દરિયો ભરાઈ ગયો હોય' ​સામરડા ઘેડ વિસ્તારના સ્થાનિક લક્ષ્મણભાઈ ભોજાભાઈ બોરડે પણ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, એટલું બધું પાણી આવે છે કે, રસ્તા પરથી પસાર થવામાં પણ બહુ જ તકલીફ પડે છે. ચારેય બાજુ પાણી જોઈને એવું લાગે છે કે જાણે અહીં કોઈ મીઠો દરિયો ભરાઈ ગયો હોય. તેમની સરકાર પાસે એક જ માંગ છે કે આ વિસ્તારના નદી-નાળા પહોળા કરવામાં આવે અને રસ્તાઓને ઊંચા બનાવવામાં આવે જેથી કરીને ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિમાં પણ લોકોને આવવા-જવાની પૂરતી સુવિધા મળી રહે. પૂરના કારણે જીવવું બહુ મુશ્કેલ બની ગયું છે, ક્યાંય અવરજવર થઈ શકતી નથી અને એક ગામથી બીજે ગામ જવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. જે વ્યક્તિ જે જગ્યાએ હોય તેને તે જ જગ્યાએ બંધક બનીને પડ્યા રહેવું પડે છે અને સ્થાનિક પબ્લિક ક્યાંય બહાર નીકળી શકતી નથી કારણ કે આ પાણી 20 થી 25 દિવસ સુધી એમ જ ભરેલું રહે છે. ખેતરોમાં જે પણ વાવેતર કર્યું હોય તે બધું જ ધોવાઈ ગયું છે, ખેતરોમાં પાણી ઘૂસી જવાથી રોડ રસ્તા પણ તૂટીને ઉખડી ગયા છે અને ખેતરોમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. ખેડૂતો અને સ્થાનિકોની એક જ માંગ છે કે સરકાર આ સમસ્યાનું કોઈ કાયમી નિવારણ લાવે અને અમને આ મોટી મૂંઝવણમાંથી હંમેશ માટે બહાર કાઢે. પૂરના કારણે ઘેડ પંથકના 12 ગામ સંપર્ક વિહોણા બન્યા છે- TDO માંગરોળ તાલુકા વિકાસ અધિકારી મહેશ ચૌહાણ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ઘેડ વિસ્તારમાં દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે બે દિવસ પડેલા વરસાદના કારણે ઘેડ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે આજે બગસરા ઘેડ વિસ્તારના સામરાળા ,મેખડી , સરમાં સહિતના 12 જેટલા ગામો સંપર્ક વિહોણા છે અને થોડી કલાકોમાં આ પાણી ઓસરી જતા ફરી રાબેતા મુજબ આ વિસ્તારમાં પરિસ્થિતિ થઈ જાય છે. આ સમાચાર પણ વાંચોઃ માંગરોળ-કેશોદ પંથકમાં 40 ઇંચ વરસાદથી જળબંબાકાર, ડ્રોન વીડિયો જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને કેશોદ પંથકમાં બે દિવસ પહેલા પડેલા સાંબેલાધાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં લોકોના રેસ્ક્યૂ કરવા માટે બોટનો સહારો લેવો પડ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળતાં અસંતોષ:આદિજાતિ કમિશનરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ચૂકવણીની માંગ
    Next Article
    'गज़नी से ज्यादा हिंदुओं को लूटा है' Ayodhya | Champat Roy | Donation Money

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment