Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાની નજર સામે ત્રણ વર્ષના દીકરાનું મોત:માતાએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા, હાથીજણ રીંગ રોડ પર ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી

    1 day ago

    અમદાવાદના હાથીજણ રીંગ રોડ પર ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું.આ અકસ્માતમાં એક્ટિવા ચાલક માતા અને તેના ત્રણ વર્ષના બાળકને ટક્કર વાગી હતી. જેમાં માતા સામે જ પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે મહિલાને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું છે. બપોરના 2 વાગ્યા આસપાસ હાથીજણથી વસ્ત્રાલમાં રિંગ રોડ પર એપોલો ટાયર્સ સામે નિકોલમાં રહેતા કામિની પ્રજાપતિ અને તેમનો 3 વર્ષનો દીકરા સાત્વિક પ્રજાપતિને પ્રિ-સ્કૂલમાથી લઈને નિકોલ ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન નવા બની રહેલા ઓવરબ્રિજના વસ્ત્રાલ તરફના છેડે પાસે કસ્માતની ઘટના ઘટી હતી સ્થાનિકોએ ડમ્પર ચાલકને ઝાડીઓમાંથી ઝડપ્યો કામિનીબેનને પણ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી બેભાન થઈ ગયા હતા. કામિનીબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક્ટિવા ચાલક મહિલાને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલક નાસીને રોડની બાજુમાં આવેલી ઝાડીઓમાં જઈ રહ્યો હતો ત્યારે સ્થાનિકોએ પીછો કરીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાના શરૂ કર્યા છે. આ ઉપરાંત ડમ્પર પાસે કોઈ પરવાનગી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના નંદેલાવ બ્રિજ પાસે બે કોમના જૂથ વચ્ચે હિંસક અથડામણ:સામાન્ય બાબતે વિવાદ બાદ ધારિયા, ડાંગ અને પથ્થરોથી હુમલા, 6 લોકો ઘાયલ
    Next Article
    સો.મીડિયા પર દુબઈના ઠાઠ બતાવી વેપારીને ફસાવ્યો:ગોલ્ડન વિઝા અને EDનો નકલી લેટર બતાવી સુરતના વેપારીને ખંખેરતી ઠગ મહેતા દંપતીએ વેપારીને 89.59 લાખનો ચૂનો લગાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment